Saturday, July 27, 2024
Homeરાષ્ટ્રીયસુપ્રીમ તથા હાઈકોર્ટના જજોને હવે મિલકત જાહેર કરવી પડશે

સુપ્રીમ તથા હાઈકોર્ટના જજોને હવે મિલકત જાહેર કરવી પડશે

- Advertisement -

સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજો માટે મિલકત જાહેર કરવાનું ફરજિયાત બને તેવી પ્રબળ શક્યતા છે. કેન્દ્ર સરકારે સંસદીય સમિતિને જણાવ્યું હતું કે, તેણે કાનૂની જોગવાઈ માટે નિયમો તૈયાર કરવાની યોજના પર કામ શરૂ કરી દીધું છે. સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રી સાથે આ મુદ્દે ચર્ચાનો પ્રારંભ થઈ ચૂક્યો છે.

- Advertisement -

સરકારના પ્રતિસાદને આધારે સંબંધિત વિભાગની કાયદા અંગેની સ્ટેન્ડિંગ કમિટીએ ન્યાય વિભાગને સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રી સાથે ચર્ચાની પ્રક્રિયા ઝડપી બનાવવા જણાવ્યું છે. નિયમ અમલી બનશે તો સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજોએ તેમની નિમણૂક પછી મિલકત જાહેર કરવાનું ફરજિયાત બનશે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં પૂરા થયેલા બજેટ સત્રમાં સમિતિએ જ્યુડિશિયલ પ્રોસેસ એન્ડ સત્રમાં સમિતિએ જ્યુડિશિયલ પ્રોસેસ એન્ડ ધેર રિફોર્મ્સ’ અહેવાલ સંસદમાં રજૂ કર્યો હતો.

ભાજપના સાંસદ સુશીલ કુમાર મોદીના નેતૃત્વ હેઠળની સમિતિએ અગાઉના અહેવાલમાં જણાવ્યું હતું કે, સામાન્ય પ્રક્રિયાના ભાગરૂપે તમામ બંધારણીય હોદ્દેદારો અને સરકારી કર્મચારીઓએ મિલકત અને દેવાનું વાર્ષિક રિટર્ન ફાઈલ કરવું જોઈએ. સમિતિએ અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે, સુપ્રીમ કોર્ટે અગાઉ જણાવ્યું હતું કે, ચૂંટણીમાં ઊભા રહેતા સાંસદો કે ધારાસભ્યોની મિલકતો જાણવાનો જાહેર જનતાને અધિકાર છે. એવું હોય તો જજો માટે મિલકત અને દેવું જાહેર નહીં કરવાના નિયમનો કોઈ તર્ક નથી. સુપ્રીમ કોર્ટ અને 25 હાઈકોર્ટ્સના જજ દ્વારા મિલકતની જાહેરાતથી ન્યાય વ્યવસ્થામાં વધુ વિશ્વાસ અને ભરોસો આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular