Saturday, July 27, 2024
Homeરાષ્ટ્રીયલ્યો બોલો... 1606 શાળાઓ માત્ર એક શિક્ષકથી ચાલે છે !

લ્યો બોલો… 1606 શાળાઓ માત્ર એક શિક્ષકથી ચાલે છે !

- Advertisement -

ગુજરાત વિધાનસભામાં સરકારી શાળાઓને લગતા ચોંકાવનારા આંકડા રજૂ કરાયા છે. ગુજરાતના શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે કહ્યું છે કે, ’રાજ્યમાં 1,606 નિયમિત શાળા છે અને શિક્ષકોને વતનનો લાભ આપવા સહિતના મુદ્દાના કારણે તે તમામ એક જ શિક્ષકથી ચાલે છે.

- Advertisement -

કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરીએ સરકારી શાળાઓ લઈ પ્રશ્ર્ન કરતાં જવાબમાં શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે, ’બાળકોને પ્રાથમિક શિક્ષણ ઘર આંગણે જ પુરૂ પાડવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજ્યમાં એક જ શિક્ષક વાળી 1606 પ્રાથમિક શાળાઓ છે. પ્રાથમિક શાળાઓમાં ભૂલકાઓનું શિક્ષણ બગડે નહીં એ માટે આવી શાળાઓમાં યોગ્ય લાયકાત ધરાવતા જ્ઞાન સહાયક મુકવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે જણાવ્યું હતું કે, શાળાઓમાં વધઘટ કેમ્પનું આયોજન કરાય છે. જેમાં જિલ્લા ફેર અને જિલ્લાઓની આંતરિક બદલી કેમ્પનું આયોજન કરીને શિક્ષકોને વતનનો લાભ આપવાનો પ્રયાસ કર્યો છે. જેના પરિણામે આ ઘટ જોવા મળી રહી છે.રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ફાળવણી છઝઊ એક્ટ હેઠળ કરવામાં આવે છે. જેમાં 30 વિદ્યાર્થી દીઠ 1 શિક્ષકની ફાળવણી કરવામાં આવે છે. વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોય તેવી શાળાઓ પણ વધુ છે. જેના પરિણામે એકજ શિક્ષક ધરાવતી પ્રાથમિક શાળાઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે.’

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular