Friday, December 27, 2024
Homeરાજ્યજામનગરજોડિયા પીએસઆઇ ગોહિલ અને રાઈટરને સસ્પેન્ડ કરતા એસપી

જોડિયા પીએસઆઇ ગોહિલ અને રાઈટરને સસ્પેન્ડ કરતા એસપી

ગુરૂવારે જોડિયાના ચાર પોલીસ કર્મચારીઓની એક સાથે બદલી : પોલીસ અધિક્ષકના કડક પગલાંથી પોલીસબેડામાં ફફડાટ

- Advertisement -

જામનગર જિલ્લાના જોડિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ચાર પોલીસકર્મચારીને ગુરૂવારે પોલીસ અધિક્ષક દ્વારા બદલી કરાયા બાદ આજે એસપી એ જોડિયા પીએસઆઈ તથા રાઈટરને સસ્પેન્ડ કરાતા પોલીસ બેડામાં ફફડાટ ફેલાઇ ગયો છે.

- Advertisement -

મળતી વિગત મુજબ, જોડિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ આર ડી ગોહિલ અને તેના રાઈટર રવિ મઢવીને આજે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા સસ્પેન્ડ કરવાનો આદેશ કરાતા પોલીસ બેડામાં ફફડાટ ફેલાઈ ગયો હતો. જ્યારે ગુરૂવારે જોડિયા પોલીસ સ્ટેશનમાં જ ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ નિકુલસિંહ વિક્રમસિંહ જાડેજા, ગીરીરાજસિંહ ગંભીરસિંહ જાડેજા, હરવિજયસિંહ જશવંતસિંહ જાડેજા અને પોલીસ કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ જટુભા જાડેજા નામના ચાર પોલીસકર્મચારીઓને એક સાથે જિલ્લા પોલીસ હેડકવાર્ટર ખાતે બદલી કરવાનો આદેશ પોલીસ અધિક્ષકે કર્યો હતો. પોલીસ અધિક્ષક દ્વારા લેવાયેલા કડક પગલાંને કારણે પોલીસ બેડામાં ફફડાટ ફેલાઈ ગયો હતો. પોલીસવડાએ પીએસઆઈ અને તેના રાઈટરને સસ્પેન્ડ તથા અન્ય ચાર પોલીસ કર્મચારીઓની એક સાથે બદલીના આદેશ કરવામાં આવ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular