લાલપુર તાલુકાના કાનાલુસમાં આવેલી લેબર કોલોનીમાં પતરાંની દુકાનમાં નશાકારક ચોકલેટનું વેચાણ કરાતા સ્થળેથી એસઓજીની ટીમે 1040 નંગ ચોકલેટ કબ્જે કરી શખ્સની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
દરોડાની વિગત મુજબ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના કાનાલુસમાં એલસી 8માં પતરાંની દુકાનમાં નશાકારક ચોકલેટોનું વેચાણ કરાતું હોવાની વિરેન્દ્રસિંહ જાડેજા, બળભદ્રસિંહ જાડેજા, મયૂરસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચનાથી પીઆઇ વી. બી. ચૌધરી, પીએસઆઇ એલ. એમ. ઝેર તથા સ્ટાફે રેઇડ દરમ્યાન એલસી 8ની માર્કેટમાં ભગવતી હોટલ એન્ડ માર્કેટની બાજુમાં નામ વગરની પતરાંની દુકાનમાં રેઇડ દરમ્યાન પોલીસે 1040 નંગ નશાકારક ચોકલેટ તરંગ મદન મોદકવટી આયુર્વેદિક ઔષધીનો જથ્થો કબ્જે કરી ભીખુભા અમરસંગ જાડેજા નામના શખ્સની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


