Monday, April 12, 2021
Homeરાષ્ટ્રીય-તો ભારતમાં વેક્સિન નકામી નિવડી શકે

-તો ભારતમાં વેક્સિન નકામી નિવડી શકે

પૂરતા પ્રમાણમાં સેમ્પલોની તપાસ ન થાય તો કોરોનાનો ઈલાજ મુશ્કેલ

- Advertisement -

વિજ્ઞાનીઓએ ચેતવણી આપી છે કે જો ભારત પોઝિટિવ સેમ્પલોનું ઝડપથી જિનેટિક સિક્વન્સિંગ નહીં કરે તો કોરોના વિરુદ્ધ એની લડાઈ ખૂબ નબળી થઈ જશે. ભારતમાં કોરોનાના પોઝિટિવ સેમ્પલોનું જિનેટિક સિક્વન્સિંગ ખૂબ ઓછું જિનેટિક સિક્વન્સિંગનો પૂરતો ડેટા જ નથી, જે જણાવી શકે કે નવા કેસોમાં આવેલો ઉછાળો નવા વેરિયન્ટથી છે કે નહીં. ભારતમાં કોરોનાની બીજી લહેર કહેર વરસાવી રહી છે. ફેબ્રુઆરી મહિનામાં જ્યાં દરરોજ સરેરાશ 11000 નવા કેસ સામે આવી રહ્યા હતા, એ હવે 9 ગણાથી પણ વધુ ઉપર ગયા છે. મંગળવારે દેશભરમાં કોરોના સંક્રમણના 1 લાખ 15 હજારથી વધુ નવા કેસો સામે આવ્યા. આખરે સંક્રમણમાં આટલો ઝડપી ઉછાળો આવવાનું કારણ શું છે? શું વાયરસનો કોઈ નવો વેરિઅન્ટ પેદા થયો છે કે જે આટલી ઝડપથી ફેલાઈ રહ્યો છે? નિષ્ણાતોના મતે, ભારત કોરોના સંક્રમણનાં પોઝિટિવ સેમ્પલોની પ્રયોગશાળાઓમાં પૂરતા પ્રમાણમાં તપાસ કરવામાં નિષ્ફળ રહ્યું છે, આથી આપણી પાસે પૂરતો ડેટા જ નથી, જેનાથી ઝડપથી વધતા કેસનું કારણ સમજવામાં મદદ મળી શકે.

- Advertisement -

બ્લૂમબર્ગના તાજેતરના એક રિપોર્ટમાં એક્સપર્ટના હવાલાથી ચેતવણી અપાઈ છે કે જો ભારત જિનેટિક સિક્વન્સિંગના આંકડાઓને ઝડપથી નહીં વધારે તો ઈલાજ તો મુશ્કેલ થશે જ, પણ એવી હાલત થશે કે વેક્સિનની પણ વાયરસ પર કોઈ ખાસ અસર નહીં થાય. વિજ્ઞાનીઓએ ચેતવણી આપી છે કે જો ભારત પોઝિટિવ સેમ્પલોનું ઝડપથી જિનેટિક સિક્વન્સિંગ નહીં કરે તો કોરોના વિરુદ્ધ તેની લડાઈ ખૂબ નબળી થઈ જશે. હોસ્પિટલોમાં કારગત ઈલાજ નહીં થઈ શકે અને ન તો વાયરસ વિરુદ્ધ વેક્સિન કામમાં આવશે. વાસ્તવમાં કોરોના સંક્રમણ વિરુદ્ધની લડાઈમાં ટેસ્ટિંગ તો અગત્યનું છે જ પણ, એનાથી વધુ અગત્યનું છે પોઝિટિવ સેમ્પલોની જિનોમ સિક્વન્સનો અભ્યાસ. જે લોકો સંક્રમિત મળે છે એમાંથી તમામનાં સેમ્પલોની આગળ એ વાતની તપાસ થાય છે કે વાયરસનો કોઈ નવો વેરિયન્ટ તો પેદા થઈ રહ્યો નથીને અથવા તો એમાં કોઈ એવો ફેરફાર તો થઈ નથી રહ્યો ને કે જે વધુ ખતરનાક અને ચેપી હોય. યુનિવર્સિટી ઓફ મિશિગનની સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થમાં પ્રોફેસર ભ્રમર મુખર્જીના જણાવ્યા અનુસાર, ભારત પાસે કોરોનાવાયરસના નવા વેરિયન્ટ અંગેનો પૂરતો ડેટા જ નથી, જેનાથી ખ્યાલ આવે કે સંક્રમણમાં અચાનક જબરદસ્ત ઉછાળાનું કારણ કેટલાક નવા વેરિયન્ટ છે કે કેમ.

ભારત પોઝિટિવ સેમ્પલોના જિનેટિક સિક્વન્સિંગના મામલે બ્રિટન અને અમેરિકા જેવા દેશોના મુકાબલે ઘણું પાછળ છે. સરકારી ડેટા અનુસાર, ભારતે પોતાનાં પોઝિટિવ સેમ્પલોના 1 ટકાથી પણ ઓછું જિનેટિક સિક્વન્સિંગ કર્યું છે. બીજી તરફ, બ્રિટનમાં આ આંકડો 8 ટકા છે. ગત સપ્તાહે તો યુકેએ પોઝિટિવ સેમ્પલોમાંથી 33 ટકા એટલે કે એક તૃતિયાંશ સેમ્પલોનું લેબોરેટરીમાં આગળની તપાસ કરી હતી. જ્યારે અમેરિકાએ પણ ગત મહિને જણાવ્યું હતું કે તે નવા કેસોમાંથી લગભગ 4 ટકા સેમ્પલોનું જિનેટિક સિક્વન્સિંગ કરાવી રહ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular