Friday, March 29, 2024
Homeરાજ્યજામનગરમેઘપરમાં ખાનગી કંપનીમાંથી ચોરી કરનાર તસ્કર ઝડપાયો

મેઘપરમાં ખાનગી કંપનીમાંથી ચોરી કરનાર તસ્કર ઝડપાયો

એક તસ્કર નાશી ગયો : દિવાલમાં બાંકોડુ પાડી ચાર હજારની ચોરી

- Advertisement -

જામનગર જિલ્લાના મેઘપર નજીક આવેલા ખાનગી કંપની નજીક ટાવર ઈન્સ્ટોલેશનનું કામ ચાલુ હતું તે સ્થળે દિવાલમાં બાંકોડુ પાડી બે શખ્સો રૂા.4000 ની કિંમતના સળિયા, બોલ્ટની ચોરી કરી ગયા હતાં.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર જિલ્લાના મેઘપર નજીક આવેલી ખાનગી કંપનીના સેકટર 25 પાસે ટાવર ઈન્સ્ટોલેશનનું કામ ચાલુ હતું. આ દિવાલમાં ધરમશી ઉર્ફે ભરત ખીમજી પરમાર અને સીનીયા જેન્તી મકવાણા નામના બે શખ્સો એ દિવાલમાં કોઇ તિક્ષ્ણ હથિયાર વડે બાંકોડુ પાડી રૂા.3,500 ની કિંમતના લોખંડના સળિયા અને 500 ની કિંમતનો બોલ્ટ મળી કુલ રૂા.4,000 ની ચોરીના બનાવમાં પોલીસે ગુનો નોંધી ધરમશી પરમાર નામના શખસને ઝડપી લીધો હતો. જ્યારે સીનીયા મકવાણા નામનો શખ્સ નાશી ગયો હતો જેથી પોલીસે શખ્સની શોધખોળ આરંભી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular