પશ્ચિમ રેલવે વડોદરા ડિવિઝનના ભરૂચ-અંકલેશ્વર સેક્શનમાં બ્રિજ નંબર 502 પર પાણીનું સ્તર ખતરાના નિશાનથી ઉપર હોવાને કારણે રેલ ટ્રાફિકને અસર થઈ છે. જેના કારણે રાજકોટ ડિવિઝનની કેટલીક વધુ ટ્રેનોને અસર થઈ છે. 18 સપ્ટેમ્બર, 2023 ના રોજ મુંબઈ સેન્ટ્રલથી ચાલતી ટ્રેન નંબર 12267 મુંબઈ સેન્ટ્રલ-હાપા દુરંતો એક્સપ્રેસ રદ કરવામાં આવી છે. જ્યારે 18મી સપ્ટેમ્બર, 2023ના રોજ હાપાથી દોડતી ટ્રેન નંબર 12268 હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ તેના નિર્ધારિત સમય 19.45 કલાકને બદલે હાપાથી 7 કલાક અને 5 મિનિટ મોડી એટલે કે 19.09.2023ના રોજ 02.50 કલાકે ઉપડશે. 18મી સપ્ટેમ્બર, 2023ના રોજ ઓખાથી દોડતી ટ્રેન નંબર 19252 ઓખા-વેરાવળ એક્સપ્રેસ તેના નિર્ધારિત સમય 20.15 કલાકને બદલે 9 કલાક અને 15 મિનિટના મોડી એટલે કે 19.09.2023ના રોજ 05.30 કલાકે ઓખાથી ઉપડશે. 19 સપ્ટેમ્બર, 2023 ના રોજ, હાપાથી દોડતી ટ્રેન નંબર 12475 હાપા-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા સુપરફાસ્ટ એક્સપ્રેસ હાપાથી 4 કલાક અને 30 મિનિટના વિલંબ સાથે એટલે કે તેના નિર્ધારિત સમય 08.30 ના બદલે 13.00 વાગ્યે ઉપડશે. 18મી સપ્ટેમ્બર, 2023ના રોજ ઓખાથી દોડતી ટ્રેન નંબર 19573 ઓખા-જયપુર એક્સપ્રેસ તેના નિર્ધારિત સમય 21.00 કલાકને બદલે 4 કલાકના વિલંબ સાથે એટલે કે 19.09.2023 ના રોજ 01.00 કલાકે ઓખાથી ઉપડશે. ટ્રેનો ના સંચાલન સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.