Saturday, July 27, 2024
Homeરાજ્યજામનગરજામનગરના વસઈ નજીક સાત વર્ષ જૂના મનદુ:ખમાં યુવાનની હત્યા

જામનગરના વસઈ નજીક સાત વર્ષ જૂના મનદુ:ખમાં યુવાનની હત્યા

રાત્રિના સમયે વસઇ-સરમત વચ્ચે સામસામી મારામારી : યુવાનનું હુમલા બાદ વાહન સાથે અથડાવાથી મોતની આશંકા : પોલીસે તપાસ બાદ હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી આરંભી : સામાપક્ષે હત્યાના પ્રયાસની પોલીસ ફરિયાદ

- Advertisement -

જામનગર તાલુકાના ખંભાળિયા રોડ પર આવેલા વસઈ અને સરમત ગામ વચ્ચેના માર્ગ પર ગતરાત્રિના સમયે જૂની અદાવતમાં થયેલી મારામારીમાં એક વ્યક્તિનું વાહનની ઠોકરે આવી જતાં મોત નિપજ્યાના બનાવમાં પોલીસે હત્યાની આશંકાએ તે દિશામાં પણ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

બનાવ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારમાં શાસ્ત્રીનગરમાં રહેતાં ભીમશીભાઈ ધરણાંતભાઈ આંબલિયા નામના આધેડને ગુરૂવારની રાત્રિના સમયે જામનગર તાલુકાના સરમત અને વસઈ ગામ વચ્ચેના ખંભાળિયા ધોરીમાર્ગ પર જૂના મનદુ:ખને કારણે ગોકુલનગરમાં રહેતાં સામત કરણા વસરા સાથે બોલાચાલી બાદ ઝડઘો થયો હતો અને આ ઝઘડામાં સામસામો હુમલો કરવામાં આવતા સામતભાઈને પેટમાં થતા છાતીમાં તિક્ષ્ણ હથિયારના ત્રણ થી ચાર ઘા ઝીંકયા હતાં ત્યારે સામાપક્ષે મારામારીમાં ભીમીશભાઇ ધરણાંતભાઈ આંબલિયા નામના વ્યક્તિને લોહી લુહાણ હાલતમાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે સામતભાઈને સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

બનાવની જાણ થતા પીઆઈ આર.ડી.રબારી, પીએસઆઈ એ.વી. સરવૈયા સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસની પ્રાથમિક તપાસમાં મારામારીના બનાવમાં ભીમશીભાઈ કોઇ વાહન સાથે અથડાવવાથી મોત નિપજ્યું હતું. પરંતુ, આ પ્રકરણમાં પીએસઆઇ એ.વી. સરવૈયા તથા સ્ટાફ દ્વારા મરણજનાર ભીમશીભાઈના પત્ની મંજુબેનના નિવેદનના આધારે ગોકુલનગરમાં રહેતાં સામત કરણા વસરા, અજય ભીમશી વસરા, વજશી કરણા વસરા અને રાહુલ સામત વસરા નામના શખ્સોએ સાત વર્ષ પહેલાં ભીમશીભાઈના ભાઈની હત્યા કરી હતી અને આ હત્યા સંદર્ભે બંને પરિવારો વચ્ચે મનદુ:ખ ચાલતું હતું. જેનો ખાર રાખી ગુરૂવારે રાત્રિના સમયે આ ચાર શખ્સોએ ભીમશીભાઈ ઉપર તિક્ષ્ણ હથિયારો વડે માથામાં તથા કપાળના ભાગે જીવલેણ હુમલો કરી હત્યા નિપજાવી હતી.

- Advertisement -

હત્યાના બનાવમાં પોલીસે મૃતકના પત્નીના નિવેદનના આધારે હત્યાનો ગુનો નોંધી તપાસ આરંભી હતી. ત્યારે સામાપક્ષે સામત કરણા વસરા ઉપર તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી જીવલેણ હુમલો કરાતા ઘવાયેલા સામત વસરાને જી જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં પોલીસે ભીમશીભાઈ ધરણાંતભાઈ આંબલિયા વિરૂધ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી બન્ને પક્ષની સામસામી ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular