જામનગરમાં આવેલા જુમ્મા મસ્જિદ ટ્રસ્ટ બોર્ડ સંચાલિત સ્કૂલના પટાવાળા તરીકે ફરજ બજાવતા યુવાને ઝેરી પ્રવાહી પી લેતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ઘટનાની જાણ થતા મુસ્લિમ સમાજના આગેવાનો હોસ્પિટલ ખાતે દોડી ગયા હતાં. યુવાને ટ્રસ્ટ બોર્ડના અનેક હોદ્ેદારો અને ટ્રસ્ટીઓ દ્વારા પોતાનું અપમાન થાય તેવું વર્તન કરાયાનું આક્ષેપ કરાયાનું લાગી આવતા દવા પીધી હોવાનું જાણવા મળે છે.
આ અંગેની વિગત મુજબ, જામનગરમાં આવેલ જુમ્મા મસ્જિદ ટ્રસ્ટ બોર્ડ ક્ધયા શાળાના પટાવાળા તરીકે ફરજ બજાવતા અને પટણી સમાજના સેક્રેટરી પદે 25 વર્ષથી રહેલા મહોમ્મદ યુસુફ પંજા નામના અગ્રણીએ અગમ્યકારણોસર ઝેરી પ્રવાહી પી લેતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ઘટનાની જાણ થતા પટણીસમાજના પ્રમુખ જુસમભાઇ, કોર્પોરેટર જેનબબેન ખફી, અસલમ ખીલજી તથા અનેક આગેવાનો દોડી આવ્યા હતાં. જો કે, આપઘાતનો પ્રયાસ કરનાર મહોમ્મદ પંજાએ પોલીસમાં જણાવ્યા અનુસાર, જુમ્મા મસ્જિદ ટ્રસ્ટ બોર્ડના હોદ્ેદારો અને ટ્રસ્ટીઓ દ્વારા પોતાનું અપમાન થાય તેવું વર્તન કરાયાનું આક્ષેપ કર્યાનું અને તેને કારણે મનમાં લાગી આવતા આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળે છે. આ પ્રકરણમાં જુમ્મા મસ્જિદ ટ્રસ્ટ બોર્ડના પ્રમુખ દ્વારા આક્ષેપો ખોટા હોવાનું જણાવ્યું હતું.