સ્કૂલ વાહનોમાં આડેધડ બાળકો બેસાડવામાં આવતા હોવાની ફરિયાદો તેમજ રાજ્ય સરકારની સૂચનાઓને પગલે જામનગરમાં પણ આરટીઓ દ્વારા સ્કૂલ વાહનોને આજે સવારે સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. આરટીઓ અધિકારીઓ દ્વારા શહેરની સત્યસાઇ સ્કૂલ પાસે સ્કૂલ વાહનો જેવા કે, સીએનજી વેન તેમજ ઓટોરીક્ષાને ડોક્યુમેન્ટસ ચેક કરવામાં આવ્યા હતાં.આરટીઓએ અહીં 20 જેટલા વાહન ચાલકોને દંડ ફટકારી કડક કાર્યવાહી કરવામાં આવી હતી.