Saturday, October 12, 2024
Homeરાજ્યજામનગરજામ્યુકો ફૂડ શાખા દ્વારા 31 ખાદ્ય પદાર્થોના નમૂના લઇ ચેકિંગમાં મોકલાયા

જામ્યુકો ફૂડ શાખા દ્વારા 31 ખાદ્ય પદાર્થોના નમૂના લઇ ચેકિંગમાં મોકલાયા

આઇસ ફેકટરીમાં પણ ચેકિંગ કરાયું

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાંથી કુલ 31 ખાદ્ય પદાર્થના નમૂના લઇ વડોદરા લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યાં હતાં. તેમજ આઈસ ફેકટરીમાં પણ ચકાસણી કરવામાં આવી હતી.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાની ફુડ શાખા દ્વારા રાજ્ય સરકારની મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડકટ ડ્રાઈવ અંતર્ગત વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં બેડી ગેઈટ પાસે જેન્તીભાઈ માવાવાળામાંથી શુદ્ધ ઘી, માવો, ટાઉનહોલ પાસે કમલેશભાઈ માવાવાળામાંથી વ્હાઈટ પેૈંડા, ન્યુ સ્કુલ રોડ પર સદ્ગુરૂ ડેરીફાર્મમાંથી માર્સલ કેક, ખંભાળિયા નાકા બહાર સોમનાથ ડેરીમાંથી મિકસ દૂધ તથા થાબડી, આર્ય સમાજ રોડ પર ચારણ ડેરીમાંથી દૂધ, દહીં, 21 દિગ્વીજય પ્લોટમાં અંબિકા ડેરી ફાર્મમાંથી દૂધ, બંગાલી મિઠાઈ, રણજીતસાગર રોડ પર જય દ્વારકાધીશ ડેરી ફાર્મમાંથી સેપરેટ દહીં, ઘી, બંસરી ડેરી ફાર્મમાંથી માવા પૈંડા, ખુશ્બુ ડેરીફાર્મમાંથી ભેંસનું દૂધ, માધવ ડેરીફાર્મમાંથી મિકસ દૂધ, મેહુલનગરમાં શિવશકિત ડેરી એન્ડ સ્વીટસમાંથી દૂધના પૈંડા, સત્યમ રોડ પર જય ગોપાલ ડેરીમાંથી દહીં, મોમાઈ ડેરી ફાર્મમાંથી ભેંસનું દૂધ, ઈન્દીરા માર્ગ પર શિવાલય ડેરી સ્વીટ એન્ડ કેટરીંગમાંથી માવાના પૈંડા, પનીર, રણજીતનગરમાં કૈલાશ ડેરી ફાર્મમાંથી માખણ, દૂધના પૈંડા, એકતા સ્વીટ એન્ડ ફરસાણ માર્ટમાંથી દૂધની બરફી, દૂધના પૈંડા, ખોડલ ડેરીમાંથી ભેંસનું દૂધ, એસટી બસ સ્ટેન્ડ પાસે દૂધગંગા ડેરીફાર્મમાંથી દૂધની થાબડી, વ્હાઈટ પેૈંડા, કામદાર કોલોનીમાં શ્રીજી ડેરી ફાર્મમાંથી ભેંસનું દૂધ, દિગ્વીજય પ્લોટમાં સદગુરૂ ડેરી ફાર્મમાંથી ભેંસદનું દૂધ તથા અંબિકા ડેરી ફાર્મમાંથી પનીરાના નમૂના લઇ ચેકિંગ માટે મોકલવામાં આવ્યાં હતાં.

આ ઉપરાંત ઉદ્યોગનગરમાં અશોક આઈસ ફેકટરી, ભુલચંદ એન્ડ કંપની આઈસ ફેકટરી, ઓનેસ્ટ આઈસ ફેકટરી અને આઝાદ આઈસ ફેકટરીમાં પણ ચેકીંગ કરાયું હતું. તળાવની પાળે આવેલ ડોમીનોઝ પીત્ઝામાં એસડીએમ મામલતદારની ફરિયાદ અન્વયે ચેકિંગ કરવામાં આવ્યં હતું. અને પેઢીને બે દિવસમાં પેસ્ટ કંટ્રોલ પાણીના રિપોર્ટ તેમજ કામ કરતા કર્મચારીઓના મેડીકલ ફીટનેશ સર્ટી રજૂ કરવા નોટિસ ફટકારી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular