Friday, April 24, 2026
Homeરાજ્યજામનગરએસપી સહિતની ટીમ દ્વારા રૂટ પેટ્રોલિંગ અને બૂથ વિઝિટિંગ - VIDEO

એસપી સહિતની ટીમ દ્વારા રૂટ પેટ્રોલિંગ અને બૂથ વિઝિટિંગ – VIDEO

મહાનગરપાલિકા અને સિકકા નગરપાલિકાના વિસ્તારોમાં બૂથ વિઝિટ : સંવેદનશીલ બૂથો ઉપર સુરક્ષા વ્યવસ્થાની પોલીસવડા દ્વારા સમીક્ષા : માર્ગદર્શન અને જરૂરી સૂચનાઓ અપાઇ : પટ્ટણીવાડ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ અવિરત

જામનગર શહેર અને જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદારો શાંતિપૂર્ણ મતદાન કરી શકે તેવી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા પોલીસ અધિક્ષક તથા ટીમ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં પેટ્રોલીંગ અને બૂથ વિઝિટ હાથ ધરવામાં આવી હતી. તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું.

- Advertisement -

2026માં ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઇ રહી છે. તેમાં મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને સિક્કા નગરપાલિકામાં આગામી રવિવારે મતદાન થનાર છે ત્યારે જામનગર શહેર અને જિલ્લામાં ચૂંટણી સંદર્ભે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે અને મતદારો શાંતિપૂર્ણ મતદાન કરી શકે તે હેતુથી પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની આગેવાની હેઠળ આજે સવારે એએસપી પ્રતિભા તથા ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા તેમજ એલસીબી, એસઓજી, સિટી ‘એ’, ‘બી’ અને ‘સી’ ડિવિઝન તથા સિકકા પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે શહેરના તથા ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલિંગ અને બૂથ વિઝિટ હાથ ધરવામાં આવી હતી. આ બૂથ વિઝિટ દરમ્યાન સંવેદનશીલ બૂથો પર સુરક્ષા વ્યવસ્થા જળવાય રહે તે માટે યોગ્ય માર્ગદર્શન અને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

- Advertisement -

જામનગરમાં આગામી સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી ને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન કરવા માટે વહીવટી તંત્ર સજ્જ થયું છે. જામનગર શહેરમાં શાંતિ અને સલામતી ના વાતાવરણમાં કોઇ ખલેલ “ન” પહોંચે તે હેતુ થી જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની ના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલા ની સુચના થી ગત મોડી રાત્રે સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન ના પીઆઇ વી.એમ.ડોડીયા, પીએસઆઇ એમ.એન.રાઠોડ સહિત પોલીસ કાફલા દ્વારા અતિ પટણીવાડ વિસ્તારમાં સઘન ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવેલ હતો. સિટી એ ડિવિઝન પોલીસ ની કાફલો પટણીવાડ ગીચ વિસ્તારોમાં પોલીસે ગલીએ-ગલીએ ફૂટ પેટ્રોલીંગ કર્યો અને લૂખ્ખા આવારાતત્વ ને વોર્નિંગ પણ આપી. ચૂંટણી પૂર્વે કોઈપણ પ્રકાર ની અઘટિત ઘટનાને રોકવાનો અને નાગરિકોમાં સુરક્ષાનો વિશ્વાસ જગાડવાનો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular