જામનગરની મેડીકલ કોલેજ પરિસરમાં આવેલું એસબીઆઈનું એટીએમ છેલ્લાં બે મહિનાથી બંધ હોય, આ એટીએમને લોકોની સુવિધા માટે તાાકીદે ચાલુ કરવા સૂર્યવંશી એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા માંગણી કરવામાં આવી છે.
ટ્રસ્ટના મહિલા પ્રમુખ પ્રજ્ઞાબેન સુભાષભાઈ ગુજરાતી એ એસબીઆઈના મેનેજરને કરાયેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, મેડીકલ કેમ્પસમાં આવેલું એટીએમ બંધ હોવાને કારણે સૌરાષ્ટ્રી સૌથી મોટી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોકટર, નર્સિંગ સ્ટાફ, પેરા મેડીકલ સ્ટાફ, વિદ્યાર્થીઓ, સફાઈ કામદારો તેમજ દર્દીઓના સગા-સંબંધીઓને ઈમરજન્સીમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પૈસાની ઈમરજન્સી જરૂરિયાત ઉભી થાય ત્યારે આ મશીન બંધ હોવાને કારણે પરિસર બહાર છેક દૂર સુધી જવું પડે છે. જેને કારણે હોસ્પિટલ સ્ટાફ તેમજ મુલાકાતીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. આ પરિસરમાં આવતા હજારો લોકોની સુવિધા માટે મૂકવામાં આવેલું આ એટીએમ તાકીદે ચાલુ કરવા માટે ભારપૂર્વક જણાવવામાં આવ્યું છે.