Monday, May 23, 2022
Homeરાજ્યજામનગરજિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીનું રિહર્સલ

જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીનું રિહર્સલ

- Advertisement -

બુધવાર તા. 26 જાન્યુઆરીના રોજ સમગ્ર દેશમાં 73માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવશે. ત્યારે આ વર્ષે કોરોના મહામારીને ધ્યાને લઇ જામનગરમાં જિલ્લા કક્ષાના 73માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઉજવવાનું નક્કી કરાયું છે.

- Advertisement -

આ જિલ્લા કક્ષાની ઉજવણીમાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ રાજ્ય મંત્રી બ્રિજેશભાઇ મેરજા ધ્વજવંદન કરાવી સલામી જીલશે આ 73માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીની તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આજરોજ સવારે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે તૈયારીનો આખરી ઓપ આપવાના ભાગરુપે રિહર્સલ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પોલીસ જવાનોએ પરેડ યોજી હતી. તેમજ ધ્વજવંદનના સંપૂર્ણ કાર્યક્રમનું રિહર્સલ કરાયું હતું. આ તકે વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ તેમજ પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં અને જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કાર્યક્રમમાં કોઇ કચાસ ન રહે તેની જીણવટભરી ચકાસણી કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular