Saturday, July 27, 2024
Homeરાષ્ટ્રીયચેક ટ્રાન્ઝેક્શન સિસ્ટમને સુઘડ અને ઝડપી બનાવશે RBI

ચેક ટ્રાન્ઝેક્શન સિસ્ટમને સુઘડ અને ઝડપી બનાવશે RBI

- Advertisement -

આરબીઆઇએ ચેક ક્લિયરન્સના નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. આરબીઆઇએ ચેક ટ્રંકેશન સિસ્ટમનો વ્યાપ વધારવાનો નિર્ણય કર્યો છે. જેની અસર 18 હજાર બેંક શાખાઓમાં પડશે. જાણકારી અનુસાર આ વર્ષે સપ્ટેમ્બરથી નવો નિયમ લગૂ થઈ જશે.

- Advertisement -

RBIએ પેમેન્ટ અને સેટલમેન્ટ સિસ્ટમને સુઘડ, ઝડપી બનાવવા માટે બાકીની તમામ 18 હજાર બ્રાંચોને અપડેટ કરવાનો નિર્ણય કર્યો છે. જે પણ બ્રાંચ સેન્ટ્રલાઈઝ ક્લિયરિંગ સિસ્ટમ ચેક ટ્રંકેશ સિસ્ટમ હેઠળ નથી તેમને સપ્ટેમ્બર સુધીમાં ઈઝજ હેઠળ લાવી દેવામાં આવશે. CTSનો ઉપયોગ 2010થી કરવામાં આવે છે અને તે હેઠળ લગભગ 1 લાખ 50 હજાર બેંક શાખાઓ પહેલેથી જ છે.

CTS એટલે કે ચેક ટ્રંકેશન સિસ્ટમ એ ચેક ક્લિયર કરવાની એક પ્રક્રિયા છે. જેમાં જાહેર કરવામાં આવેલા ચેકને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું નથી પડતું. પરંતુ ચેક જે બેંકમાં જાય છે. ત્યાંથી ચેક જાહેર કરનારી બ્રાંચમાં મોકલવામાં આવે છે. આ કારણે ચેક ક્લિયર થવામાં વધારે સમય લાગે છે. વર્ષ 2010થી ભારતમાં CTS હેઠળ ચેક ક્લિયર કરવામાં આવે છે જેમાં દેશની લગભગ 1 લાખ 50 હજાર શાખાઓ જોડાયેલી છે. હવે બાકીની શાખાઓને પણ જલ્દી જ આ સિસ્ટમ હેઠળ જોડી દેવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular