Saturday, July 27, 2024
Homeરાષ્ટ્રીય6 સરકારી કંપનીઓને તાળા મારવાની તૈયારી

6 સરકારી કંપનીઓને તાળા મારવાની તૈયારી

- Advertisement -

દેશમાં હાલમાં 300થી વધુ સરકારી કંપનીઓ છે. પરંતુ હવે સરકારે નોન-કોર સેક્ટરની સરકારી કંપનીઓના ખાનગીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો નિર્ણય લીધો છે. સાથે ખોટ કરી રહેલી સરકારી કંપનીઓને બંધ કરવામાં આવશે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે પીએસયુ કંપનીઓના ખાનગીકરણને લઈને બજેટમાં અનેક જાહેરાતો કરી છે. તેથી જ હવે એવું માનવામાં આવે છે કે પીએસયુ કંપનીબઓની સંખ્યા 300થી ઘટીને 24ની આસપાસ આવી શકે છે. સરકારે નોન-કોર સેક્ટરની સરકારી કંપનીઓનું ખાનગીકરણ કરવાનો નિર્ણય લીધો છે. ખોટમાં ચાલતી સરકારી કંપનીઓ બંધ કરવામાં આવશે. નાણાંપ્રધાન નિર્મલા સીતારામણે 1 ફેબ્રુઆરીએ રજૂ કરેલા બજેટમાં અણુ ઉર્જા, સ્પેસ, સંરક્ષણ, પરિવહન, દૂરસંચાર, પાવર, પેટ્રોલિયમ, કોલસો, બેંકિંગ, વીમા નાણાકીય ક્ષેત્રને સ્ટેટેડિક ક્ષેત્ર ગણાવ્યા હતા.

- Advertisement -

એક અંગ્રેજી અખબારના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, કેન્દ્રીય મંત્રીમંડળ નીતિ આયોગની ભલામણો પર આ અંગે નિર્ણય લેશે. નીતિ આયોગે એવી કંપનીઓને ઓળખવા કહેવામાં આવ્યું છે કે જેમાં સરકાર આગામી તબક્કામાં પોતાની વ્યૂહાત્મક ભાગીદારી વેચશે. કેન્દ્ર સરકારે બજેટમાં સ્પષ્ટ કર્યું છે કે ફક્ત ચાર મોટા ક્ષેત્ર હશે. આ દરેક ક્ષેત્રમાં મહત્તમ ત્રણથી ચાર સરકારી કંપનીઓ હશે.

નિષ્ણાતો કહે છે કે સરકાર કોરોનાના કારણે ભાંગી પડેલી અર્થવ્યવસ્થાને ફરી પાટા પર લાવવા ખાનગી ક્ષેત્રને ભાગીદાર બનાવવા માંગે છે. આ સાથે વિદેશી રોકાણકારો ભારતમાં મોટા રોકાણ કરવાની તક મળશે. વિદેશી રોકાણકારો દેશમાં આવતા ભારતીય ઉદ્યોગો મજબૂત બનશે. તેથી નોકરીની વધુ તકો મળશે.

- Advertisement -

સંસદના છેલ્લા સત્રમાં, નાણાં રાજ્ય મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે કહ્યું હતું કે, 6 કંપનીઓને બંધ અંગે વિચારણા કરવામાં આવી રહી છે અને બાકીની 20માં પ્રક્રિયા વિવિધ તબક્કામાં છે. જે કંપનીઓને બંધ કરવાની વિચારણા છે તેમા, હિન્દુસ્તાન ફ્લોરોકાર્બન લિમિટેડ સ્કૂટર્સ ઈન્ડિયા, ભારત પંપ્સ અને , કમ્પ્રેસર્સ લિમિટેડ, હિન્દુસ્તાન પ્રીફેબ, હિન્દુસ્તાન ન્યૂઝપ્રિન્ટ અને કર્ણાટક એન્ડ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ સામેલ છે. આ ઉપરાંત એલોય સ્ટીલ પ્લાન્ટ, દુર્ગાપુર, સેલમ સ્ટીલ પ્લાન્ટ, સેલની ભદ્રાવતી યુનિટ, પવન હંસ, એર ઇન્ડિયા અને તેની પાંચ સહાયક કંપનીઓ અને એક સંયુક્ત ઉપક્રમમાં રણનિતિક રીતે વેચવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular