Wednesday, November 13, 2024
Homeરાષ્ટ્રીયઆરબીઆઇ એ વધુ એક બેંક પર લાદ્યા પ્રતિબંધ

આરબીઆઇ એ વધુ એક બેંક પર લાદ્યા પ્રતિબંધ

- Advertisement -

ભારતીય રિઝર્વ બેન્કે કર્ણાટકની ડેકકર અર્બન કો. ઓપ. બેન્ક લીમીટેડ ઉપર નવું કર્જ આપવા અથવા જમા સ્વિકાર કરવા માટે મનાઇ ફરમાવી છે અને આ બેન્કના ગ્રાહકો તેમના બચત ખાતામાંથી રૂ. 1000થી વધુ રકમ નહિ ઉપાડી શકે તેવા હુકમો આપતા ખળભળાટ મચી ગયો છે. 6 મહિના માટે આ હુકમો અપાયા છે.

- Advertisement -

આ સહકારી બેન્ક ઉપર પૂર્વ મંજૂરી વિના કોઇ નવું રોકાણ કે નવા કર્જ લેવા ઉપર મનાઇ ફરમાવી છે. બેન્કની હાલની રોકડ રકમની સ્થિતી જોઇ ખાતાધારકોને 1000 રૂ.થી વધુ રકમ ઉપાડવાની છૂટ આપી નહિ શકાય તેમ રિઝર્વ બેન્કે જણાવ્યું છે.

રીઝર્વ બેન્કના ડાયરેકટરે કહ્યું કે ગ્રાહક પોતાના કર્જનુ ચુકવણું જમા ના આધાર ઉપર કરી શકે છે. 99.58 જમા કર્તાની રકમો ડીસીજીસી અને વીમા હેઠળ આવરી લેવાયેલ છે.

- Advertisement -

જો કે બેન્કનું લાયસન્સ રદ કર્યું નથી અને બેન્કની નાણાકીય સ્થિતી સુધરે ત્યાં સુધી બેન્ક વ્યવહાર પૂર્વવત ચાલુ રહેશે. આ પૂર્વે આ જ મહિનામાં રિઝર્વ બેન્કે મહારાષ્ટ્રની નાસિકમાં આવેલ ઇન્ડીપેન્ડન્સ કો.ઓપરેટિવ બેન્ક લી. માંથી પણ પૈસા ઉપાડવા સામે પ્રતિબંધ લાદી દીધો હતો. અને કહેલ કે આ બેન્કના 99.88 ટકા જમાકર્તા પૂર્ણ રૂપે ડિપોઝીટ ઇન્સ્પોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન વીમા યોજનાના દાયરામાં છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular