Wednesday, November 6, 2024
Homeરાજ્યગુજરાતપંચાયતોની મતગણતરીને કારણે રાજયનું બજેટ એક દિવસ મોડુ

પંચાયતોની મતગણતરીને કારણે રાજયનું બજેટ એક દિવસ મોડુ

- Advertisement -

રાજ્ય સરકારે બજેટની તારીખમાં ફેરફાર કર્યા છે. રાજ્યનું બજેટ 3 માર્ચે રજૂ કરવામાં આવશે. પહેલા 2 માર્ચે બજેટ રજૂ કરવાની જાહેરાત થઈ હતી. 2 માર્ચે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત નગરપાલિકાના પરિણામ છે. ચૂંટણી પરિણામને લઈને બજેટ તારીખના ફેરફાર થયો છે.

- Advertisement -

નાણામંત્રી નીતિનભાઈ પટેલ વર્ષ 2021-22નું બજેટ રજૂ કરશે. રાજ્ય સરકાર નારાજ ખેડૂતો, બેરાજગારોથી માંડીને આમ જનતાને રાજી કરવા આ વખતે કરવેરા વિનાનું ફુલગુલાબી બજેટ રજૂ કરવા તૈયારીઓ કરી છે.નાણાંમંત્રીના પટારામાં શું ખૂલશે તેના પર સૌ કોઇની નજર મંડાઇ છે. જોકે, આ વખતે ગુજરાતના બજેટનું કદ બે લાખ કરોડને પાર કરી જશે.

વિધાનસભામાં બજેટ રજૂ થવાનું હતુ તેના કરતા મોડુ રજૂ કરવામાં આવશે કારણ કે, સ્થાનિક સ્વરાજ્યનૂ ચૂંટણીને લઈને તારીખ લંબાવાઈ છે.

- Advertisement -

ગુજરાતના સૌથી વધુ બજેટ રજૂ કરવાના વિક્રમ નાણામંત્રી વજુભાઇ વાળાના નામે છે. નિતીનભાઈ પટેલ ફરી એકવાર બજેટ રજૂ કરશે. નીતિનભાઈ પટેલ નવમી વાર બજેટ રજૂ કરશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular