જામનગરમાં માઁ આદ્યશક્તિના નવલા નોરતાની પૂર્ણાહુતિ બાદ ગઇકાલે આસો સુદ પૂનમના શરદ પૂનમની ઉજવણી કરવામાં આવી હતી. વિવિધ સામાજિક સંસ્થા તેમજ જ્ઞાતિ મંડળો દ્વારા શરદ પૂનમ નિમિત્તે રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જ્યારે જામનગર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પણ શરદ પૂનમ નિમિત્તે રાસ-ગરબા મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ પરિવાર સાથે ઉપસ્થિત રહી રાસ-ગરબા મહોત્સવની ઉજવણીમાં જોડાયા હતાં.