Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 19 એપ્રિલે જામનગરની મુલાકાતે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 19 એપ્રિલે જામનગરની મુલાકાતે

- Advertisement -

પ્રધાનમંત્રી અગામી 19 એપ્રિલના રોજ જામનગરની મુલાકાતે આવશે. અહિયાં તેઓ  ‘ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન’ સેન્ટરનું ખાતમૂહર્ત કરશે. કેન્દ્ર સરકાર અને WHOના સહયોગથી આ સેન્ટર ચલાવવામાં આવશે. આ સેન્ટરમાં પરંપરાગત દવા સંશોધન તેમજ પરંપરાગત દવા સંબંધિત તમામ વૈશ્વિક સ્વાસ્થ્ય બાબતો પર રીસર્ચ કરવામાં આવશે.

- Advertisement -

જામનગરમાં આ સેન્ટરના ખાત મૂહર્ત માટે 19 એપ્રિલના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે આયુષ મંત્રાલયની ટીમ તેમજ આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા પણ હાજર રહેશે. અગાઉ ટ્રેડિશનલ મેડિસિન માટે WHO ગ્લોબલ સેન્ટરની સ્થાપના માટે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. WHO અને આયુષ મંત્રાલય દ્વારા આ સેન્ટરની જામનગરમાં સ્થાપના કરવામાં આવશે તેને લઇને અગાઉ નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આ WHO સેન્ટર આપણા સમાજમાં તંદુરસ્તી વધારવામાં ખૂબ જ મદદરૂપ બનશે.

2020માં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ભારતમાં ગ્બોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપનાની જાહેરાત કરી હતી તે માટે ભારત સરકાર સાથે કરાર પણ થયા હતા. જામનગરમાં શરુ થનાર આ સેન્ટર દુનિયાનું પહેલું એવું સેન્ટર હશે કે જેમાં પરંપરાગત ધોરણે આયુર્વેદ દવાઓ બનાવવામાં આવશે. આ સેન્ટર આયુર્વેદને માત્ર એક સારો તબીબી વિકલ્પ જ નહીં બનાવે, પરંતુ વૈશ્વિક તબીબી ક્ષેત્રે પણ ભારતને તેની પોતાની વિશેષ ઓળખ બનાવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular