Saturday, December 6, 2025
Homeરાજ્યપશુઓમાં થતા લમ્પિ વાયરસથી થતાં મોતને અટકાવો : વિક્રમ માડમ

પશુઓમાં થતા લમ્પિ વાયરસથી થતાં મોતને અટકાવો : વિક્રમ માડમ

ખંભાળિયાના ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા એકાદ માસ દરમિયાન અસંખ્ય પશુધન મૃત્યુ થયેલ છે. આ અંગે જ સંવેદનશિલ છે. આપણો ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે અને ખેતી પશુધન સાથે જોડાયેલ છે. પશુધનમાં ફેલાયેલો લમ્પી વાયરસ ફેલાયો છે તે અંગે લોકો તરફથી રૂબરૂ, ટેલિફોનિક તથા વારંવાર મારા પ્રવાસ દરમિયાન ફરિયાદો મળે છે. તેમ ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમ માડમ દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

- Advertisement -

સરકાર દ્વારા આ વાયરસને કંટ્રોલમાં લેવા તથા પશુધનને કોઇપણ બિમારી હોય તો તેના માટે 1962 ટોલ ફ્રી નંબર જાહેર કરેલ છે. પરંતુ જ્યારે કોઇ માલધારીનું પશુ બિમારીથી તરફળીયા મારતું હોય ત્યારે આ ફોન કોઇ ઉપડતુ જ નથી. આ ખૂબ જ ગંભીર બાબત છે. સરકારે આ જવાબદાર કોઇપણ સામે પગલાં લેવા જોઇએ. પશુધનમાં લમ્પી વાયરસ જીવલેણ છે. તો આ વાયરસને કાબુમાં લેવા માટે દ્વારકા જિલ્લામાં પુરતો પશુ ડોકટરનો સ્ટાફ મૂકવા તથા જે ગાય-બળદમાં આ વાયરસ ફેલાયેલો છે. તેમને અલગથી રાખવા માટેની વ્યવસ્થા ઉભી કરવી એ પણ રાજ્ય સરકારની જવાબદારી છે. જેથી કરીને અન્ય પશુઓમાં આ રોગનો ફેલાવો થતો અટકી જાય. તો અન્ય જગ્યાએ જ્યાં લમ્પી વાયરસ રોગ કંટ્રોલમાં હોય એવી જગ્યાએથી જરૂરી ડોકટર તથા સ્ટાફને દ્વારકા જિલ્લામાં મૂકવા જોઇએ.

આ વાયરસને તાત્કાલિક કાબુમાં લેવો ખૂબ જરુરી છે. માલધારી વર્ગ, ખેડૂત વર્ગ તમામને ખેતીમાં તથા આર્થિક દ્રષ્ટિએ અને પર્યાવરણની દ્રષ્ટિએ મોટુ નુકસાન થશે અને આ તમામ માટે રાજ્ય સરકાર જવાબદાર રહેશે. તેમ પત્રના અંતમાં ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમભાઇ માડમે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને લેખિત રજૂઆત કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular