જામજોધપુર ખરીદ વેચાણ સંઘની તાજેતરમાં જ યોજાયેલી ચૂંટણીમાં ભાજપા સમર્પિત પેનલ બિનહરીફ ચૂંટાઇ આવી હતી અને આ પેનલમાં પ્રમુખ પદની ચૂંટણીમાં શેઠવડાળા પંથકના ક્ષત્રિય અને વેપારી આગેવાન માર્કેટીંગ યાર્ડના ડાયરેકટર કિશોરસિંહ બનેસિંહ જાડેજાની વરણી થઈ હતી. આ વરણીને પૂર્વ મંત્રી ચીમનભાઈ સાપરિયા તથા પૂર્વ ધારાસભ્ય બ્રિજરાજસિંહ જાડેજા તેમજ ભાજપાના સંગઠનના કાર્યકર્તાઓએ અભિનંદન પાઠવ્યા હતાં. આઝાદી પછી 70 વર્ષમાં પ્રથમ વખત જ જામજોધપુર તાલુકા ખરીદ વેચાણ સંઘમાં ભાજપા સમર્પિતની પેનલ બિનહરીફ ચૂંટાઈ હતી.