Saturday, September 14, 2024
Homeરાજ્યયાત્રાધામ સોમનાથમાં પોલીસ બેફામ

યાત્રાધામ સોમનાથમાં પોલીસ બેફામ

- Advertisement -

સોમનાથ નજીકના ત્રિવેણી સંગમના ઘાટ પર ખાખીધારીઓએ તરખાટ મચાવ્યો હતો. ત્રિવેણી સંગમ ઘાટ પર કેટલા યુવક-યુવતીઓ બેઠા હતા. આ સમયે જ મહિલા પોલીસ અને બે પોલીસ કર્મચારીઓ ત્યાં આવી ચડ્યા અને યુવક-યુવતીઓને બેફામ ફટકારવા લાગ્યા હતા.

- Advertisement -

યુવતીઓ આજીજી કરી રહી છે પરંતું પોલીસ તેમની એક પણ વાત સાંભળવા તૈયાર નથી. વીડિયોમાં જોઈ શકાય કે ક્યારેક મહિલા પોલીસ કર્મચારી યુવકોને લાફા ઝીંકી રહી છે, તો પોલીસ કર્મચારી યુવકોને બેરહેમીપૂર્વક લાકડીઓ ફટકારી રહ્યા છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે માત્ર માર જ નહીં પણ મહિલા પોલીસ અને અન્ય બે પોલીસ કર્મચારીઓ બેફામ ગાળો પણ બોલી રહ્યા છે. યુવક અને યુવતીઓને માર મારવાની સાથે સાથે બેફાળ ગાળો આપતા પણ આ ખાખીધારીઓને સાંભળી શકાય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular