Wednesday, September 16, 2026
Homeરાજ્યહાલારશહેર-જિલ્લામાં પાંચ જુગાર દરોડામાં 11 મહિલા સહિત 33 પત્તાપ્રેમી ઝડપાયા

શહેર-જિલ્લામાં પાંચ જુગાર દરોડામાં 11 મહિલા સહિત 33 પત્તાપ્રેમી ઝડપાયા

પ્રથમ દરોડાની વિગત મુજબ જામનગરના પ્રણામી ટાઉનશીપ, શેરી નંબર ચારના છેડેથી સિટી ‘એ’ પોલીસે રેઇડ દરમ્યાન નિખિલ નાનકદાસ ગાંજણ, સુરેશ બઘા વારગિયા, બિપીન બઘા વારગિયા, રવિ મુનીરામ ચૌધરી, નિખિલ મનસુખ વાળા, નારણદાસ મોહનદાસ શ્રીમાળી, મહેશ નાથા વાઘેલા તથા નવ મહિલાઓ સહિત 16 શખ્સોને રૂા. 21,400ની રોકડ સહિતના મુદામાલ સાથે તીનપતીનો જુગાર રમતા ઝડપી લીધા હતા.

- Advertisement -

બીજો દરોડો લાલપુરના દેવગઢ ગામના પાટિયા પાસે 66 કેવી સબ સ્ટેશનની દીવાલ પાસે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે લાલપુર પોલીસે રેઇડ દરમ્યાન કાના દેવા રુંઝા, દેવેન્દ્રસિંહ ગુણવંતસિંહ જાડેજા, રાજુ વશરામ ઝાપડા, બુધા ભીખા ઝુંઝા નામના ચાર શખ્સોને રૂા. 12,770ની રોકડ સાથે જુગાર રમતા ઝડપી લીધા હતા. રેઇડ દરમ્યાન રમેશ ભાયા ઝુંઝા તથા કેતન કારેણા નામના બે શખ્સો નાસી જતાં તેમની શોધખોળ હાથ ધરાઇ હતી.
ત્રીજો દરોડો જામનગરના ન્યૂ સાધના કોલોની, હાઉસિંગ બોર્ડ, સ્વર્ણિમનગરની સી વિંગમાં છઠ્ઠા માળેથી સિટી ‘એ’ પોલીસે રાજેશ રતિલાલ આશર, વિજય ચંદુલાલ લાલવાણી, ધૈર્ય ઉર્ફે લાલો નવિન નિમાવત, રવિ અશોક કબીરા નામના પાંચ શખ્સોને જુગાર રમતા ઝડપી લઇ રૂા. 12,500ની રોકડ સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો.

ચોથો દરોડો જામનગરમાં તાડિયા હનુમાન મંદિર પાસેથી સિટી ‘બી’ પોલીસે રેઇડ દરમ્યાન હારૂન ઇબ્રાહિમ આમરોણિયા, ફારૂક નિઝામ બાબવાણી, રમઝાન હુસેન સમા, ભરતસિંહ ઉમેદસિંહ વાઘેલા તથા બે મહિલાઓ સહિત 6 શખ્સોને રૂા. 10,600ની રોકડ સહિતના મુદામાલ સાથે તીનપતીનો જુગાર રમતા ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

પાંચમો દરોડો જામજોધપુરના વાલાસણ ગામના પાદરમાંથી સ્થાનિક પોલીસે રેઇડ દરમ્યાન મામદ મુસા બુકેરા, ચંદુલાલ મોહન શિંગરખિયા નામના બે શખ્સોને જુગાર રમતા ઝડપી લઇ રૂા. 3610ની રોકડ સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો. રેઇડ દરમ્યાન જેન્તી જીવા વારસકિયા, અનિલ કરશન વાઘેલા, વિનય મનસુખ મકવાણા નામના ત્રણ શખ્સો નાશી જતાં તેની શોધખોળ હાથ ધરાઇ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular