Wednesday, April 30, 2025
Homeરાજ્યગુજરાતપ્લાસ્ટિક પર્યાવરણનું દુશ્મન છે, ભૂલી જાવ, ડો. તેજસ દોશીએ કરેલો ચમત્કાર જાણો

પ્લાસ્ટિક પર્યાવરણનું દુશ્મન છે, ભૂલી જાવ, ડો. તેજસ દોશીએ કરેલો ચમત્કાર જાણો

આપણી સૌની એક માન્યતા અને ઘણાં બધાં અંશે હકિકત એ છે કે, પ્લાસ્ટિક પર્યાવરણનું દુશ્મન છે. હજારો વર્ષ સુધી નોન રિસાયકલેબલ પ્લાસ્ટિક નાશ પામતું નથી. આ પ્લાસ્ટિક પર્યાવરણને પ્રદૂષિત બનાવે છે. માનવજીવનને વિવિધ રીતે હાનિ કરે છે. પરંતુ ભાવનગરમાં એક ડોકટર એવા છે જેણે પ્લાસ્ટિકને ઉપયોગી ચીજ બનાવી દીધી છે. તેમણે પ્લાસ્ટિકની ઇંટો બનાવી છે. આ ઇંટો વર્ષો સુધી કામ આવી શકે છે અને આ આખો પ્રોજેકટ ભાવનગર મહાનગરપાલિકાએ સ્વચ્છ ભારત મિશન હેઠળ અમલમાં પણ મુકી દીધો છે.આ ઇંટને અંગ્રેજીમાં ઇકો બ્રિક કહેવામાં આવે છે. જે હવે પછીના વર્ષોમાં આપણને ખુબ જ ઉપયોગી પુરવાર થશે.

- Advertisement -

ભાવનગર મહાનગરપાલિકાના સ્વચ્છ ભારત મિશનના બ્રાન્ડ એમ્બેસેડર ડો.તેજસ દોશી આ આખા પ્રોજેકટ પાછળનું મુખ્ય ભેજુ છે. ભાવનગર મહાનગરપાલિકા નાગરિકો પાસેથી વિવિધ પ્રકારની પ્લાસ્ટિકની બોટલો મંગાવે છે. મહાનગરપાલિકાએ લોકોને કહ્યું છે કે, આ બોટલની અંદર નમકીન અને ચિપ્સના રેપર, દુધની ખાલી કોથળીઓ તથા ગુટકા અને ચોકલેટના રેપર જેવા નોન રિસાયકલેબલ પ્લાસ્ટિક ઠાંસીને ભરી દો. જેનું અંદાજે વજન 1 કિલો જેટલું થાય. આ બોટલ કોર્પોરેશનને મોકલો. આ રીતે ભરેલી ત્રણ બોટલના કોર્પોરેશન નાગરિકને 10 રૂા. આપે છે. આ અભ્યિાન શાળાઓમાં પણ હાથ ધરવામાં આવ્યું છે. જેના કારણે ઘણાં બધા છાત્રોને પોકેટમની પણ મળી રહે છે.

આ પ્રકારની એક બોટલમાં અંદાજે 350ગ્રામ જેટલું પ્લાસ્ટિક સમાઇ શકે છે. ભાવનગરના તમામ 13 વોર્ડમાં આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આપણે રોપાના વાવેતર પછી આ પ્રકારની ભરેલી બોટલોનો ટ્રી ગાર્ડ તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. આ ઉપરાંત વોક-વે, બેસવાની બેન્ચ, વોકિંગ ટ્રેક, તથા બ્રાઉન્ડ્રી વોલ વગેરેમાં આ ઇકો બ્રિકનો ઉપયોગ થઇ શકે છે.

- Advertisement -

ડો.તેજસ દોશી કહે છે, તેણે તથા તેના મિત્રોએ ફેસબુકના માધ્યમથી આ આઇડિયાને 6000 વખત શેર કરી લોકોમાં જાગૃતિ ફેલાવવાનો પ્રયત્ન કર્યો છે. ભાવનગર કોર્પોરેશને આ રીતે 40,000 બોટલ એકત્રિત કરી છે અને તેની મદદથી એકવા ગાર્ડન બનાવ્યો છે. આ આઇડિયાને કારણે 14 ટન જેટલું પ્લાસ્ટિક જે પર્યાવરણનું દુશ્મન હતું તેને પર્યાવરણની રક્ષા માટે ઉપયોગમાં લેવામાં આવ્યું છે. જેનાથી સ્વચ્છ ભારત મિશનને પણ બળ મળ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular