Wednesday, December 4, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાંથી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

જામનગરમાંથી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

- Advertisement -

જામનગર શહેરમાં ભીમવાસ મેઈન રોડ પરથી પસાર થતી કારને આંતરીને તલાસી લેતા તેમાંથી રૂા.86 હજારની કિંમતની 172 નંગ ઈંગ્લીશ દારૂની બોટલો મળી આવતા પોલીસે એક શખ્સની અટકાયત કરી પૂછપરછ કરતા આ પ્રકરણમાં વધુ ત્રણ શખ્સોના નામો ખુલ્યા હતાં.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના ભીમવાસ મેઈન રોડ પરથી પસાર થતી જીજે-12-જે-2879 નંબરની કારને પોલીસે આંતરીને તલાસી લેતા તેમાંથી રૂા.86 હજારની કિંમતની 172 બોટલ ઈંગ્લીશ દારૂ મળી આવતા વિજય ખેંગાર ચાવડા નામના શખ્સની અટકાયત કરી દારૂનો જથ્થો અને કાર મળી કુલ રૂા.3.86 લાખનો મુદ્દામાલ કબ્જે કરી પૂછપરછ હાથ ધરતા આ દારૂના જથ્થામાં રોહિત ભરત વાઘેલા, હિરેન ચાવડા અને અસગર કમોરા નામના ત્રણ શખ્સોની સંડોવણી ખુલી હતી. જેના આધારે પોલીસે આ ત્રણેય શખ્સોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular