Saturday, July 27, 2024
Homeરાજ્યહાલારખંભાળિયાના યુવાન ઉપર પાઇપ વડે હુમલો

ખંભાળિયાના યુવાન ઉપર પાઇપ વડે હુમલો

ગાડીનો કાચ તોડી નાખવા બાબતે ગાળો કાઢી બેફામ માર માર્યો : ચુર ગામના ત્રણ શખ્સો સામે ફરિયાદ

- Advertisement -

ખંભાળિયાના રામનગર વિસ્તારમાં રહેતો યુવાન ચુર ગામના વાડી વિસ્તારમાંથી તેમના ટ્રકમાં ભરેલી માટી ખાલી કરી પરત માટી ભરવા જતો હતો તે દરમિયાન ત્રણ શખ્સોએ આંતરીને ધોકા અને પાઈપ વડે માર માર્યો હતો.

- Advertisement -

હુમલાના બનાવની વિગત મુજબ, ખંભાળિયા તાબેના રામનગર વિસ્તારમાં રહેતા ધવલભાઈ ધરણાતભાઈ ગોજીયા નામના 23 વર્ષના યુવાન તારીખ 1 ના રોજ કલ્યાણપુર તાલુકાના ચુર ગામના વાડી વિસ્તારમાંથી તેમનો જીજે-10-ટીએક્સ-6120 નંબરનો ટ્રક લઈને માટી ખાલી કરીને પરત માટી ભરવા માટે જઈ રહ્યા હતા. ત્યારે ચૂર ગામના નેભા કારા ગોજીયા, કેવિન નેભા ગોજીયા અને હરદાસ ગોજીયા નામના ત્રણ શખ્સોએ તેમને અટકાવી અને “અમારી ગાડીનો કાચ સિધ્ધનાથ લખેલા ટ્રકના ચાલકે તોડી નાખેલ છે” તેમ કહી, ફરિયાદી ધવલભાઈ તેમજ સાહેદ જેસાભાઈ ખીમાણંદભાઈ ભાટિયાને ધોકા તથા લોખંડના પાઇપ વડે બેફામ માર મારી, બિભત્સ ગાળો કાઢી, ઇજાઓ કર્યાની ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે ત્રણેય શખ્સો સામે આઈપીસી કલમ 323, 504, 114 તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular