Saturday, November 14, 2026
Homeરાજ્યજામનગરશહેરના વોર્ડ નં. 9માં આંગણવાડીની બાજુમાં ગંદકીના ગંજ - VIDEO

શહેરના વોર્ડ નં. 9માં આંગણવાડીની બાજુમાં ગંદકીના ગંજ – VIDEO

જામનગરના વોર્ડ નં.9માં આંગણવાડીની બાજુમાં જ ગંદકીના ગંજ ખડકાયા હોય વિસ્તારના રહેવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે ખાસ કરીને આંગણવાડીમાં બાળકો આવતા હોય તેમના આરોગ્યની ચિંતાને લઇ રોષની લાગણી જોવા મળી રહી છે.

- Advertisement -

જામનગર શહેરના વોર્ડ નંબર 9 હેઠળ આવતા લીમડા લાઈન મકરાણી પરા વિસ્તારમાં આવેલી આંગણવાડીની બાજુમાં ગંદકીના ગંજ ખડકાયા છે. આંગણવાડી જેવા બાળકોના અભ્યાસ અને સંભાળના સ્થળની બાજુમાં જ કચરાના ઢગલા જોવા મળતા સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી છે. તેમજ રોગચાળાની દહેશત છવાઇ છે.

- Advertisement -

આ વિસ્તારમાં નિયમિત સફાઈના અભાવે કચરો એકત્રિત થઈ રહ્યો હોવાનું જણાઈ રહ્યું છે. ગંદકીના કારણે આસપાસના રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને આંગણવાડીમાં આવતા નાના બાળકોના આરોગ્ય અને સ્વચ્છતાને લઈને પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

- Advertisement -

જામ્યુકો દ્વારા સ્વચ્છતા અભિયાન પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ રહેણાક વિસ્તારમાં અને આંગણવાડીની બાજુમાં જ ગંદકીના ગંજ જોવા મળતા તંત્રની સફાઈ કામગીરી સામે સવાલો ઊભા થયા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular