Thursday, September 24, 2026
Homeરાજ્યજામનગરPGVCL દ્વારા જામનગર માંથી એક દિવસમાં દોઢ કરોડની વીજ ચોરી ઝડપાઇ

PGVCL દ્વારા જામનગર માંથી એક દિવસમાં દોઢ કરોડની વીજ ચોરી ઝડપાઇ

શહેરમાં વીજચોરી તેમજ વીજ વપરાશમાં થતી ગેરરીતિઓને અટકાવવા માટે PGVCL દ્વારા ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ચેકીંગ દરમ્યાન કુલ દોઢ કરોડની વીજ ચોરી ઝડપાઇ હતી.

- Advertisement -

જામનગર શહેરમાં વીજ ચોરીના દૂષણને ડામવા PGVCL દ્વારા ગઈકાલે 51 જેટલી ટીમો દ્વારા પોલીસ અને સુરક્ષા જવાનોને સાથે રાખી શહેરના નાગનાથ ગેઇટ, તંબોલી માર્કેટ, અંબાજી ચોક સહિતના વિસ્તારોમાં વિવિધ વીજ જોડાણો અને મીટરોની તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ચેકીંગ ડ્રાઇવ દરમ્યાન શહેરના વિસ્તારોમાં અંદાજે 700 થી વધુ દુકાનો, રહેણાંક મકાનો તેમજ અન્ય વીજ ગ્રાહકોના વીજ મીટરોની સ્થિતિ, વીજ વપરાશ તથા કનેક્શનની નિયમિતતા સહિતની બાબતોની તપાસ કરવામાં આવી હતી. ચેકીંગ દરમ્યાન અંદાજિત દોઢ કરોડ જેટલી માતબર રકમની વીજ ચોરી ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

PGVCL દ્વારા હાથ ધરાતી આવી ચેકિંગ કામગીરીના પગલે વીજચોરી કરનારાઓમાં ફફડાટ ફેલાયો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular