Saturday, July 27, 2024
Homeરાજ્યજામનગરજાહેરમાં ન્યુસન્સ તથા પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ બદલ 14000નો દંડ વસૂલાયો

જાહેરમાં ન્યુસન્સ તથા પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ બદલ 14000નો દંડ વસૂલાયો

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા દ્વારા જાહેરમાં ન્યુસન્સ તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરવા બદલ 28 આસામીઓ પાસેથી રૂા. 14000નો દંડ વસૂલ્યો હતો.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા તા.1ના રોજ જાહેરમાં કરવામાં આવતું ન્યુસન્સ તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ ઘટાડવાના ભાગ રૂપે શહેરમાં તમામ વિસ્તારમાં જાહેર માં ધંધો/રોજગાર/ વ્યવસાય કરતા આસામીઓ/વેપારીઓ ને પોતાના ધંધાના સ્થળ આસ પાસ સફાઈ રાખવા, ડસ્ટબીન રાખવા, સૂકો અને ભીનો કચરો અલગ રાખવા તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિક નો ઉપયોગ ન કરવા તેમજ જ્યારે ડોર ટુ ડોર કલેક્શન વાહન આવે ત્યારે તે વાહનમાં જ કચરો આપવા માટે જરૂરી સૂચનો/માહિતગાર કરવામાં આવ્યા હતા ત્યારે બાદ શહેરના તમામ વિસ્તારોમાં જાહેરમાં ન્યુસન્સ/ગંદકી કરતા કુલ 28 આસમીઓ/ધંધાર્થીઓ પાસેથી જાહેરમાં ન્યુસન્સ તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરવા બદલ વહીવટી ચાર્જ રૂા. 14,000 નો દંડ વસુલ કરાયો હતો. તેમજ કુલ 19 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન ઘણા ધંધાર્થી/આસમીઓ સાથે દંડ નહીં ભરવા માટે ઘર્ષણો થવા પામે છે. આમ છતાં આગામી સમયમાં આ ઝુબેંશ વધુ સઘન બનાવી દંડનાત્મક કાર્યવાહી ઉપરાંત અવાર નવાર ન્યુસન્સ કરવા ટેવાયેલ આસામીઓ/ધંધાર્થીઓ સામે સિલીંગ સુધીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જેની દરેક વેપારીઓ/વિક્રેતાઓ /ધંધાર્થીઓ/દુકાન ધારકોને કમિશ્નર જામનગર મહાનગરપાલિકા ધ્વારા તાકીદ કરવામાં આવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular