Saturday, October 10, 2026
Homeરાજ્યજામનગરનવરાત્રિ પૂર્વે પોલીસ અધિક્ષક તથા સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ - VIDEO

નવરાત્રિ પૂર્વે પોલીસ અધિક્ષક તથા સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ – VIDEO

શહેર અને જિલ્લામાં નવરાત્રિ શાંતિપૂર્ણ ઉજવાઈ તે માટે પોલીસ એકશનમાં : સિટી એ ડીવીઝન વિસ્તારના સંવેદનશીલ સુમરા ચાલીમાં કોમ્બિંગ : લિસ્ટેડ બુટલેગરના રહેણાંક મકાનોમાં તપાસ

આવતીકાલથી જામનગર સહિત સમગ્ર રાજ્યમાં માં અંબેની આરાધનાના નવરાત્રિ પર્વનો પ્રારંભ થઈ રહ્યો છે. ધાર્મિક તહેવાર પૂર્વે રાજ્યમાં શાંતિ અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ એકશનમાં આવી ગયો છે. જામનગર પોલીસ અધિક્ષક તથા સ્ટાફ દ્વારા ગત્ રાત્રિના સમયે પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.

- Advertisement -

રવિવારથી નવરાત્રિના તહેવારનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે જામનગર સહિત સમગ્ર રાજ્યમાં નવરાત્રિ મહોત્સવની ઉજવણી શાંતિપૂર્ણ થાય અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે રાજ્યના પોલીસવડા દ્વારા કડક આદેશો કરવામાં આવ્યા છે. નવરાત્રિ મહોત્સવમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસને ખાસ તકેદારી રાખવાના આદેશ અપાઇ ચૂકયા છે. જામનગર શહેર અને જિલ્લામાં પણ શાંતિપૂર્ણ નવરાત્રિ મહોત્સવની ઉજવણી માટેની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. દરમિયાન ગત્રાત્રિના પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની, ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા તથા શહેરના પોલીસ સ્ટેશનોના પીઆઈ તથા સ્ટાફ દ્વારા રાત્રિના પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. નવરાત્રિ રમાતા સ્થળે સુરક્ષા વ્યવસ્થાની જાળવણી અને અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસવડા દ્વારા આયોજકો અને આદેશો આપવામાં આવ્યા છે. સાથે-સાથે પોલીસ વિભાગ અને તેમની શી ટીમ પણ આ નવરાત્રિ દરમિયાન ખાસ એકશનમાં રહેશે.

- Advertisement -

શહેર અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા પોલીસ વિભાગ દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. દરમિયાન સિટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પીઆઈ વી.એમ. ડોડિયા તથા સ્ટાફ દ્વારા શહેરના સંવેદનશીલ વિસ્તાર ગણાતા સુમરા ચાલીમાં પોલીસ દ્વારા કોમ્બિંગ કરવામાં આવ્યું હતું અને આ કોમ્બિંગ દરમિયાન ગુનાહિત ઈતિહાસ ધરાવતા લિસ્ટેડ બુટલેગરના રહેણાંક મકાનના વાડા પર તપાસ હાથ ધરવામાં આવી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular