ગુજરાત રાજ્યના દરેક ગામડામાં કોવિડ સેન્ટર ખોલવાની માંગણી સાથે NCP ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્મા પટેલ દ્વારા આવેદન પત્ર પાઠવી અચોક્કસ મુદત માટે ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. આ આંદોલનના આજે ચોથા દિવસે તેમની તબિયત લથડતા 108 ની ટિમ દ્વારા તપાસ દરમ્યાન ઓક્સિજનનું લેવલ 81 હતું. જેથી રેશ્મા પટેલને કોવિડ પરીક્ષણ કરાવવાની સલાહ આપી હતી
રાજકોટમાં ઉપવાસના ચોથા દિવસે રેશ્મા પટેલનું ઓક્સિજન લેવલ ઘટ્યું
રાજ્યના દરેક ગામડામાં કોવિડ સેન્ટર ખોલવાની માગણી : આવેદનપત્ર પાઠવ્યા બાદ ઉપવાસ આંદોલનનો પ્રારંભ


