Sunday, January 11, 2026
Homeરાજ્યજામનગરOmicron Updates: ભારતમાં આજે ઓમીક્રોનના 13 નવા કેસ, જે પૈકી 1 ગુજરાતમાં

Omicron Updates: ભારતમાં આજે ઓમીક્રોનના 13 નવા કેસ, જે પૈકી 1 ગુજરાતમાં

જામનગરના 1 સહિત દેશના 21 દર્દીઓ સ્વસ્થ થયા : પાકિસ્તાનમાં પણ ઓમીક્રોનની એન્ટ્રી : વિશ્વભરમાં 8500 જેટલા કેસ

દેશમાં આજે 18 મહિના બાદ કોરોનાના સૌથી ઓછા કેસ નોંધાયા છે ત્યારે ઓમીક્રોન વેરીયન્ટે ચિંતા વધારી છે. આજે ગુજરાતના સુરતમાં 1, દિલ્હીમાં 4, મહારાષ્ટ્રમાં 8 નવા કેસ નોંધાયા છે. તો ગુજરાતના જામનગરમાં નોંધાયેલ ઓમીક્રોન વેરિયન્ટ સંક્રમિત દર્દીનો રીપોર્ટ નેગેટીવ આવ્યો છે. આ સિવાય દેશના અન્ય 20 વ્યક્તિઓનો પણ રીપોર્ટ નેગેટીવ આવ્યો છે.

- Advertisement -

ભારતમાંથી જે 21 દર્દીઓનો ઓમીક્રોન રીપોર્ટ નેગેટીવ આવ્યો તે પૈકી 1 જામનગર, રાજસ્થાનમાં 9, મહારાષ્ટ્રમાં 9, કર્નાટકમાં 1 અને દિલ્હીનો 1 દર્દી સ્વસ્થ થયા છે. તો આજે મહારાષ્ટ્રમાં 8 નવા કેસ નોંધાયા છે જે પૈકી 7 મુંબઈના છે. અને 4 કેસ દિલ્હી માંથી નોંધાયા છે. ભારતમાં અત્યાર સુધી ગુજરાતમાં 4, રાજસ્થાનમાં 9, કર્ણાટકમાં 3, કેરળમાં 1, આંધ્રપ્રદેશમાં 1, છત્તીસગઢમાં 1, મહારાષ્ટ્રમાં 28, દિલ્હીમાં 6 કેસ નોંધાઈ ચુક્યા છે.

વિશ્વમાં કુલ 8500 જેટલા કોરોનાના ઓમીક્રોન વેરિયન્ટના કેસ સામે આવ્યા છે જે પૈકી સોમવારે બ્રીટનમાં 1 દર્દીનું મૃત્યુ નીપજ્યું હતું. સૌથી વધુ ઓમીક્રોન વેરીયન્ટના કેસ યુકેમાં છે. અહીં 3100 કેસ, ત્યારબાદ ડેન્માર્કમાં 2400,  નોર્વેમાં 900થી વધુ અને દક્ષીણ આફ્રિકામાં 770 કેસ સામે આવ્યા છે. તો આજે પાકિસ્તાનમાં પણ ઓમીક્રોનનો એક કેસ નોંધાયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular