Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરગુલાબનગર શાકમાર્કેટના વેચાણ ઠરાવ સામે વાંધા અરજી

ગુલાબનગર શાકમાર્કેટના વેચાણ ઠરાવ સામે વાંધા અરજી

વિપક્ષી સભ્ય જેનબબેન ખફીએ ઠરાવને વહિવટી મંજૂરી ન આપવા કમિશનરને લખ્યો પત્ર : હાઇકોર્ટમાં જવાની પણ ચેતવણી

જામનગરના ગુલાબનગરમાં જામ્યુકોની શાકમાર્કેટવાળી જગ્યા ઇમલા સહિત વેચાણ આપવા અંગે સામાન્ય સભામાં કરવામાં આવેલાં ઠરાવ સામે વિપક્ષી કોર્પોરેટર જેનબબેન ખફીએ વાંધો ઉઠાવ્યો છે. તેમણે આ ઠરાવની મંજૂરી ન આપવા કમિશનર સમક્ષ વાંધા અરજી નોંધાવી છે.

જામનગર મહાપાલિકા દ્વારા ગત સામાન્ય સભામાં ગુલાબનગર શાકમાર્કેટ ઇમલા સહિત વેચાણ આપવા માટે ઠરાવ કરવામાં આવ્યો હતો. આ ઠરાવ સામે બોર્ડમાં જ વિપક્ષી સભ્ય જેનબબેન ખફીએ વાંધો ઉઠાવી આ વેચાણ પ્રક્રિયા ગેરકાયદે હોવાનું જણાવ્યું હતું. વેચાણ અપાયેલી જગ્યા જામ્યુકોની માલિકીની જ ન હોવાનો મુદો પણ ઉઠાવ્યો હતો. આ જગ્યા સીટી સર્વેમાં પણ જામ્યુકોની માલિકીની ન હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું. આમ સમગ્ર વેચાણ પ્રક્રિયા ગેરકાયદે હોવા છતાં જામ્યુકોના સતાધિશોએ બહુમતિના જોરે શાકમાર્કેટનો ઠરાવ કરી દીધો હતો. આ ઠરાવ ગેરકાયદે હોય તેને મંજુરી ન આપવા જેનબબેન ખફીએ મ્યુનિસિપલ કમિશનર વાંધા અરજી આપી છે. તેમ છતાં પણ જો આ ઠરાવને અમલવારી માટે વહિવટી મંજૂરી આપવામાં આવશે તો ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખટખટાવવાની ચેતવણી આપવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular