Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયમોબાઇલ ટાવર માટે નહીં લેવી પડે મંજૂરી

મોબાઇલ ટાવર માટે નહીં લેવી પડે મંજૂરી

- Advertisement -

કેન્દ્ર સરકારે હાલમાં જ રોડના અધિકાર નિયમને જાહેર કર્યો છે. સરકારે ખાસરીતે 506 સેવાઓની કામગીરીને સરળ બનાવવા માટે નાના મોબાઇલ રેડિયો એન્ટેના લગાવવા અથવા ઉપરથી ટેલીકોમ તાર લઇ જવાને લઇને વીજળીના થાંભલા, ફુટ ઓવરબ્રિજ જેવાનો ઉપયોગ કરવા માટે ફી સાથે નિયમોને પણ જાહેર કરવામાં આવ્યા છે. આ મહિને 17 તારીખે જાહેર નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે.

- Advertisement -

લાઇસન્સવાળી કંપની જો કોઈ ખાનગી સંપત્તિ પર ટેલીગ્રાફના પાયાના કામ માટે પ્રસ્તાવ કરે છે, તેને ઉચ્ચ અધિકારીની કોઈ મંજૂરીની જરૂર નહીં પડે. જોકે, ભારતીય ટેલીગ્રાફ માર્ગ અધિકાર(સંશોધન) નિયમ, 2022ના અનુસાર, ટેલિકોમ કંપનીઓને ખાનગી ભવન કે સંપત્તિ પર મોબાઇલ ટાવર કે થાંભલા લગાવતા પહેલા લેખિતમાં માહિતી આપવાની જરૂરિયાત રહેશે. મોબાઇલ ટાવર લગાવવાથી કોઇ નુકસાન નહીં થાય તેની જાણકારી આપવી પડશે. ટેલિકોમ કંપનીઓ સંબંધિત બિલ્ડિંગ કે સંપત્તિના માહિતી આપવાની સાથે તંત્રને અધિકૃત એન્જિનિયરના પ્રમાણપત્રની એક ટકા આપવાની જરૂરિયાત હશે. જેમાં આ વાતનું વેરિફિકેશન થશે કે ભવન કે સંપત્તિ મોબાઇલ ટાવર કે થાંભલા લગાવવા માટેના ઉદ્દેશ્યથી સંરચનાત્મક રીતે સુરક્ષિત છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular