Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરક્રિકેટના કાશી જામનગરમાં રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ

ક્રિકેટના કાશી જામનગરમાં રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ

એચ.જે. લાલ (બાબુભાઇ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ તથા કેદાર લાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશનના ઉપક્રમે પીસીસી ગ્રુપના સહયોગથી પ્રદર્શન મેદાન પર કેદાર લાલ કપ-2022 નામે 40 દિવસ ચાલશે ક્રિકેટનો મહામહોત્સવ

- Advertisement -

જામનગર શહેરના પ્રદર્શન મેદાન પર તા.13 થી ઓલ વોર્ડ રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનો શાનદાર અને ધમાકેદાર પ્રારંભ થયો છે. હિરદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ તથા કેદાર લાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશન દ્વારા આયોજીત આ કેદાર લાલ કપ-2022 ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ. આયોજક બન્ને સંસ્થાઓના મેનેજીંગ ટ્રસ્ટી અશોકભાઈ લાલ તથા ટ્રસ્ટીઓ જીતુભાઈ લાલ, મિતેષભાઈ લાલ, ક્રિષ્નરાજ લાલ, વિરાજભાઈ લાલ, કેદાર (હરી) લાલ તેમજ લાલ પરિવારના ગોવિંદા ઠકરાર, દિપકભાઈ લાલ, ડો. નિતિનભાઈ લાલ (રાજકોટ), હિરેનભાઈ લાલ, દર્શનભાઈ લાલ, મનન લાલના હસ્તે દીપ પ્રાગટયથી કરવામાં આવ્યો. આ પ્રસંગે વેપારી અગ્રણીઓ, સામાજીક કાર્યકરો, કોર્પોરેટરો, પ્રિન્ટ તથા ઈલેકટ્રોનીક મીડીયાના પત્રકારો-પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં ક્રિકેટ રસીક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતાં. આ ટુર્નામેન્ટમાં વ્યવસ્થા સંભાળવાની જવાબદારી પીસીસી ગ્રુપના બાલક્રિષ્નસિંહ જાડેજા અને મયુરસિંહ જાડેજા તથા સભ્યો સંભાળી રહ્યા છે.

- Advertisement -

શહેરમાં 40 દિવસ સુધી ચાલનારા આ ક્રિકેટ કાર્નીવલના પ્રારંભે ભવ્ય આતશબાજીથી આકાશમાં વિવિધ રંગોથી છવાઈ ગયું હતું. આ ટુર્નામેન્ટના પ્રથમ મેચનો ટોસ અશોકભાઈ લાલ તથા જીતુભાઈ લાલે ઉછાળ્યો હતો. પ્રથમ મેચ વોર્ડ નં.1ના કોર્પોરેટર સમજુબેન તેજસીભાઈ પારિયાની ખફી ઈલેવન તથા વોર્ડ નં.4ના ભાજપ સમિતિના પ્રમુખ વિજયસિંહ ગુલતાનસિંહ ગોહિલની ગરબી ચોક ઈલેવન વચ્ચે રમાયો હતો. જેમાં ગરબી ચોક ઈલેવને ટોસ જીતીને પ્રથમ બોલીંગ પસંદ કરી હતી. 10-10 ઓવરની આ પ્રથમ મેચમાં ખફી ઈલેવને પાંચ વિકેટના ભોગે 148 રન 10 ઓવરમાં ર્ક્યા હતાં જેની સામે ગરબી ચોક ઈલેવન 10 ઓવરમાં માત્ર 73 રન ર્ક્યા હતાં. આ રીતે ખફી ઈલેવનનો 8પ રનની જંગી સરસાઈથી વિજય થયો હતો. આ મેચમાં ખફી ઈલેવનના ખેલાડી હિતેષે 75 રન ફટકાર્યા હતાં જેથી તે મેન ઓફ ધ મેચ થયા હતાં તેમને આયોજક સંસ્થાના ટ્રસ્ટી જીતુભાઈ લાલના હસ્તે સ્મૃતિચિહન આપી સન્માનીત કરાયા હતાં.
શહેરના દ2ેક વોર્ડના તમામ 4 કોર્પોરેટરોની 64 ટીમ તેમજ ભાજપના વોર્ડ સમિતિના પ્રમુખોની 16 ટીમ અને શહેર ભાજપ અધ્યક્ષની ટીમ સહિત 81 ટીમો વચ્ચે આ ક્રિકેટ જંગ ખેલાશે. ટુર્નામેન્ટના પ્રથમ દિવસે રવિવારે કુલ છ મેચ રમાયા હતાં. જેમાં અમ્પાયરો ત2ીકે કપીલભાઈ તથા નિરજ શાહે સેવા આપી હતી. જયારે આ ટુર્નામેન્ટ નિહાળવા આવતા ક્રિકેટ ચાહકોને માટે મેચની રનીંગ કોમેન્ટ્રી વસંતભાઈ અને વિરેન્દ્રસિંહ જાડેજા દ્વારા આપવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular