ઓખા મંડળના મીઠાપુર તાબેના ઉદ્યોગનગર ખાતે રહેતા આલાભા ભાવસંગભા સુમણીયા નામના 37 વર્ષના યુવાનના કાકા અતુલભા માનસંગભા સુમણીયા સાથે ગઢેચી ગામના મિયાઝરભા આસપારભા સુમણીયા અને વિજયભા કાળુભા સુમણીયા સાથે બોલાચાલી અને ઝઘડો કરતા હતા. જેથી તેમને છોડાવવા ગયેલા ફરિયાદી આલાભા ઉપર મિયાઝરભા અને વિજયભા સુમણીયાએ તેમની સાથે બોલાચાલી તેમજ ઝઘડો કરતા કર્યો હતો.
આ બનાવમાં બંને આરોપીઓએ ફરિયાદી આલાભાને માર મારી, ઇજાઓ કર્યાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ મીઠાપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.


