Tuesday, September 29, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં મનપાની દબાણ હટાવ કાર્યવાહી અવિરત - VIDEO

જામનગરમાં મનપાની દબાણ હટાવ કાર્યવાહી અવિરત – VIDEO

જામનગર શહેરમાં જાહેર માર્ગો પરના દબાણો દૂર કરવા અને ટ્રાફિકની સમસ્યા હળવી કરવા જામનગર મહાનગરપાલિકા દ્વારા દબાણ વિરોધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સજુબા ગર્લ્સ હાઇસ્કૂલથી સુભાષ માર્કેટ સુધીના મુખ્ય માર્ગ પર મનપાની ટીમ દ્વારા ચેકિંગ કરી ટ્રાફિકને અડચણરૂપ રેકડીઓ તેમજ અન્ય દબાણો દૂર કરવામાં આવ્યા હતા.

- Advertisement -

મુખ્ય માર્ગ પર રસ્તાની હદમાં રેકડીઓ ઉભી રાખી વેપાર કરતા વેપારીઓ સામે કાર્યવાહી કરી કેટલીક રેકડીઓ જપ્ત કરવામાં આવી હતી. તેમજ જાહેર માર્ગ પર કરવામાં આવેલા અન્ય દબાણો દૂર કરાવી રાહદારીઓ અને વાહનચાલકોની અવરજવર સરળ બને તે માટે રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત દુકાનોની બહાર માલસામાન રાખીને વેપાર કરતા વેપારીઓને પણ સૂચના આપવામાં આવી હતી. દુકાનની બહાર વધારાનો માલસામાન રાખીને રસ્તા પર દબાણ ન કરવા તેમજ જાહેર માર્ગની હદ જાળવવા વેપારીઓને ચેતવણી આપવામાં આવી હતી.

- Advertisement -

મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ રાખવાની કામગીરીના ભાગરૂપે વેપારીઓને સ્વચ્છતા જાળવવા માટે પણ જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. રસ્તા પર કચરો ન નાખવા તેમજ દુકાન અને આસપાસનો વિસ્તાર સ્વચ્છ રાખવા વેપારીઓને સમજ આપવામાં આવી હતી. સાથે જ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા વેપારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. મનપાની ટીમે વેપારીઓ પાસેથી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરી નિયમોનું પાલન કરવા સૂચના આપી હતી. નિયમોનો ભંગ કરનાર સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી અને વિવિધ કાર્યવાહી દરમિયાન રૂ.15 હજાર સુધીનો દંડ વસૂલવામાં આવ્યો હતો.

આ સમગ્ર કાર્યવાહી મહાનગરપાલિકાના કમિશ્નર દિપેક કેડીયાની સુચનાથી આસિસ્ટન્ટ કમિશનર મુકેશ વરણવા સહિતની મહાનગરપાલિકાની ટીમ દ્વારા કરવામાં આવી હતી. મનપા દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જાહેર માર્ગો પરના દબાણો દૂર કરવા, ટ્રાફિકને સરળ બનાવવા અને શહેરમાં સ્વચ્છતા જાળવવા માટે આગામી દિવસોમાં પણ દબાણ વિરોધી કાર્યવાહી યથાવત રાખવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular