Tuesday, March 19, 2024
Homeબિઝનેસમુકેશ અંબાણી એશિયાના ધનકુબેર

મુકેશ અંબાણી એશિયાના ધનકુબેર

- Advertisement -

મુકેશ અંબાણી ફરી એકવાર એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે જેમની કુલ સંપત્તિ 83.4 અબજ ડોલર છે. તે વિશ્વના ધનિકોની યાદીમાં 9મા સ્થાને પહોંચી ગયા છે. દરમિયાન ગૌતમ અદાણી 47.2 અબજ ડોલરની સંપત્તિ સાથે ધનિકોની વૈશ્ર્વિક યાદીમાં 24માં સ્થાને પહોંચી ગયા છે. ફોર્બ્સની મંગળવારે જારી કરાયેલી 2023ના અબજપતિઓની યાદી અનુસાર અદાણી 24 જાન્યુઆરી, 2023ના રોજ 126 અબજ ડોલરની સંપત્તિ સાથે દુનિયાના ત્રીજા ક્રમના સૌથી ધનિક વ્યક્તિ હતા. જોકે અમેરિકન શોર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચના આરોપોને પગલે તેમની સંપત્તિમાં તીવ્ર ઘટાડો થયો હતો.

- Advertisement -

જોકે તેઓ મુકેશ અંબાણી પછી બીજા નંબરના સૌથી ધનિક ભારતીય છે. ખાસ વાત એ છે કે આ વખતે રેકોર્ડ 169 ભારતીય અબજપતિઓએ વિશ્વના ધનિકોની યાદીમાં સ્થાન મેળવ્યું છે. 2022માં આ સંખ્યા 166 હતી. જો કે સંખ્યા વધવા છતાં આ ધનિકોની સંપત્તિ 10 ટકા ઘટીને 675 અબજ ડોલર થઈ ગઈ છે. 2022માં તેમની સંપત્તિ 750 અબજ ડોલર હતી. ફોર્બ્સ અનુસાર મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ગયા વર્ષે 100 અબજ ડોલરની આવકને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની બની હતી. તેમનો બિઝનેસ ઓઈલ, ટેલિકોમથી લઈને રિટેલ સુધી ફેલાયેલો છે.

ફોર્બ્સની વર્લ્ડ બિલિયોનેરની યાદી અનુસાર વિશ્ર્વના 25 સૌથી ધનિક લોકોની કુલ સંપત્તિમાં એક વર્ષમાં 200 અબજ ડોલરનો ઘટાડો થયો છે. 2022માં તેમની કુલ સંપત્તિ 2,300 અબજ ડોલર (2.3 ટ્રિલિયન) હતી, જે હવે ઘટીને 2,100 અબજ ડોલર (2.1 ટ્રિલિયન) થઈ ગઈ છે. એમેઝોનના માલિક જેફ બેઝોસની સંપત્તિમાં સૌથી વધુ 57 અબજ ડોલરનો ઘટાડો થયો છે. ઈલોન મસ્કની સંપત્તિમાં એક વર્ષમાં 39 અબજ ડોલરનો ઘટાડો થયો છે. ફ્રાન્સના બર્નાર્ડ આર્નોલ્ટ 211 અબજ ડોલર સાથે વિશ્ર્વના સૌથી ધનિક વ્યક્તિ છે. ઈલોન મસ્ક (180 અબજ ડોલર) બીજા, જેફ બેઝોસ (114 અબજ ડોલર) ત્રીજા, લેરી એલિસન (107 અબજ ડોલર) ચોથા અને વોરેન બફે (106 અબજ ડોલર) પાંચમા ક્રમે છે. બિલ ગેટ્સ 104 અબજ ડોલરની નેટવર્થ સાથે છઠ્ઠા સ્થાને છે. માઈકલ બ્લૂમબર્ગ સાતમા, કાર્લસન સ્લિમ હેલુ આઠમા, મુકેશ અંબાણી નવમા અને સ્ટીવ બાલ્મર 10મા ક્રમે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular