Wednesday, December 4, 2024
Homeરાજ્યજામનગરજામનગર મહાનગરપાલિકાની ચૂંટણીની પળે-પળની અપડેટ્સ

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીની પળે-પળની અપડેટ્સ

- Advertisement -

03:20pm

- Advertisement -

જામનગરમાં ભાજપની હાફ સેન્ચ્યુરી : કોંગ્રેસને 11, બસપાને 3 : મતગણતરી પુર્ણ


03:14 pm

- Advertisement -

વોર્ડ નં.4માં ભાજપને 3 કોંગ્રેસને 1 બેઠક મળી
ભાજપની 3 સીટ પર જીત : લડાયક મહિલા નેતા રચના નંદાણિયા કોંગ્રેસમાંથી જીતી ગયા


02:58PM

- Advertisement -

જામનગરના વોર્ડ નં.12 પર કોંગ્રેસનો કબ્જો યથાવત
કોંગ્રેસની પેનલના અલ્તાફ ખફી, અસલમ ખીલજી, જેનબબેન ખફી અને ફેમિદાબેન જુણેજાની જીત


02:51 pm

રાજકોટમાં ભાજપ કિલન સ્વીપ તરફ અગ્રેસર : વોર્ડ નં.1,2,4,5,6,7,8,9,10,11,12,13,14,16,17,18માં જીત વોર્ડ નં.3 અને વોર્ડ નં.15ની ગણતરી ચાલુ : કુલ 72માંથી 64 બેઠક જીતી લીધી


02:42 pm

વોર્ડ નં.16માં ભાજપાની પેનલનો વિજય
વોર્ડ નં.16 પર પણ ભાજપાનો કબજો : આખી પેનલ જીતી ગઇ : ગીતાબા જાડેજા, ભારતીબેન ભંડેરી, વિનોદભાઇ ખીમસૂરિયા અને પાર્થભાઇ કોટડિયાનો વિજય


02:04 pm રાજ્યની 6 મહાનગરપાલિકાઓની 14:00ની સ્થિતિ
રાજકોટ
ભાજપા – 56, કોંગ્રેસ – 0
ભાવનગર
ભાજપા – 36, કોંગ્રેસ – 8
વડોદરા
ભાજપા – 51, કોંગ્રેસ – 7
જામનગર
ભાજપા – 36, કોંગ્રેસ – 5, અન્ય – 3
સુરત
ભાજપા – 58, કોંગ્રેસ – 00, અન્ય – 22
અમદાવાદ
ભાજપા – 78, કોંગ્રેસ – 22, અન્ય – 0


02:00 pm વોર્ડ નં.15ના પરિણામમાં ફેરફાર
જામનગર શહેરના વોર્ડ નં.15માં ભાજપની પેનલ જાહેર થયા બાદ પરિણામમાં ફેરફાર: ભાજપાના જયેશભાઇ ઢોલરિયાનો પરાજય થયો હતો. જ્યારે કોંગ્રેસના આનંદભાઇ રાઠોડનો વિજય થવાથી આ વોર્ડમાં ભાજપાને 3 અને કોંગ્રેસને 1 બેઠક મળી છે


01:56 pm વોર્ડ નં.3માં ભાજપાની પેનલનો વિજય
વોર્ડ નં.3માં ભાજપાની પેનલના ઉમેદવાર અલ્કાબા જાડેજા, પન્નાબેન કટારિયા, પરાગભાઇ પટેલ, સુભાષભાઇ જોષીનો વિજય


01:47 pm જામનગરના વોર્ડ નં.11માં ભાજપાની પેનલનો ભવ્ય વિજય
જામનગરના વોર્ડ નં.11માં ભાજપાના હર્ષાબેન વિરસોડિયા, તરૂણાબેન પરમાર, ધર્મરાજસિંહ જાડેજા, તપન પરમારની પેનલનો ભવ્ય વિજય


01:13 pm વોર્ડ નં.8માં ભાજપાની વધુ એક પેનલ
જામનગરના વોર્ડ નં.8માં ભાજપાની પેનલના કેતનભાઇ ગોસરાણી, તૃપ્તિબેન ખેતિયા, દિવ્યેશભાઇ અકબરી અને સોનલબેન કણજારિયાની પેનલનો ભવ્ય વિજય


01:11 pm વોર્ડ નં.15માં ભાજપાની પેનલનો વિજય
જામનગરના વોર્ડ નં.15માં ભાજપાની પેનલના જયસુખભાઇ ઢોલરિયા, જેન્તીભાઇ ગોહિલ, શોભનાબેન પઠાણ, હર્ષાબા પ્રવીણસિંહ જાડેજાની પેનલનો ભવ્ય વિજય


01:06 pm મુખ્યમંત્રીના શહેરમાં કોંગ્રેસ નામશેષ
રાજ્યના મુખ્યમંત્રીના વતન રાજકોટ મહાનગરપાલિકામાં ભાજપાનું બુલડોઝર ફરી વળ્યું : 72 બેઠકોમાંથી જાહેર થયેલી તમામ 48 બેઠકો ભાજપાને : કોંગ્રેસનું ખાતુ નથી ખુલ્યું


રાજ્યની 6 મહાનગરપાલિકાઓની 13:00ની સ્થિતિ
રાજકોટ
ભાજપા – 48, કોંગ્રેસ – 0
ભાવનગર
ભાજપા – 32, કોંગ્રેસ – 8
વડોદરા
ભાજપા – 36, કોંગ્રેસ – 9
જામનગર
ભાજપા – 28, કોંગ્રેસ – 5, અન્ય – 3
સુરત
ભાજપા – 52, કોંગ્રેસ – 08, અન્ય – 19
અમદાવાદ
ભાજપા – 78, કોંગ્રેસ – 22, અન્ય – 0


01:01 pm જામનગરની 36 બેઠકોનું પરિણામ
જામનગર મહાનગરપાલિકાની 36 બેઠકોના જાહેર થયેલા પરિણામોમાં 28 બેઠકો ભાજપાને જ્યારે કોંગે્રસે 5 અને બહુજન સમાજ પાર્ટીને 3 બેઠકો ઉપર જીત મળી છે.


12:54 pm જામનગરમાં વોર્ડ નં.2માં મોટો અપસેટ: શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજાનો કારમો પરાજય


12:48 pm વોર્ડ નં.2માં પણ લહેરાયો ભાજપનો ભગવો: આખે-આખી પેનલ જીતી
ભાજપાના કૃપાબેન ભારાઇ, ડિમ્પલબેન રાવલ, જયેન્દ્રસિંહ(હકાભાઇ) ઝાલા, જયરાજસિંહ જાડેજાની પેનલનો વિજય


12:45 pm વોર્ડ નં.10માં ભાજપાની પેનલનો વિજય
ભાજપાના આશાબેન રાઠોડ, ક્રિષ્નાબેન સોઢા, પાર્થ જેઠવા અને મુકેશ માતંગની પેનલનો ભવ્ય વિજય


12:41 pm વોર્ડ નં.10માં ભાજપાની પેનલ આગળ
ભાજપાના આશાબેન રાઠોડને 7662 મત, ક્રિષ્નાબેન સોઢાને 8077, પાર્થ જેઠવાને 7678, મુકેશ માતંગને 6394 મત, જ્યારે કોંગ્રેસના કરણકુમાર ચૌહાણને 6165 મત, જાગૃતિબેન જાદવને 5313 મત, પિયુષભાઇ પરમારને 4795 મત, શહેનાઝબેન ગજિયાને 4679 મત


12:36 pm જામનગરના વોર્ડ નં.7માં ભાજપાની પેનલનો વિજય
ભાજપાના અરવિંદભાઇ સભાયા, ગોપાલભાઇ સોરઠિયા, પ્રભાબેન ગોરેચા અને લાભુબેન બાંધિયાની પેનલનો વિજય


12:25 pm વોર્ડ નં. 14માં ભાજપની પેનલનો શાનદાર વિજય

વોર્ડ નં.14 માં ભાજપાના ઉમેદવાર જીતેશભાઇ વિનોદભાઈ શિંગાળાને 5895, મનીષભાઈ પરશોતમભાઈ કટારિયાને 6503, લીલાબેન દિનેશભાઈ ભદ્રાને 5976, શારદાબેન ખીમજીભાઈ વિંઝુડાને 5198 જ્યારે કોંગે્રસના ઉમેદવાર જ્યોતિકાબેન રાજેશભાઇ કનખરાને 1673, ભાવનાબેન ચંદુભાઈ ગોરીને 1777, લક્ષ્મણ દેવાભાઈ પીંડારિયાને 1606 અને હેમતસિંહ ખેંગારજીભાઈ જાડેજાને 1546 મત મળ્યા હતાં.


12:18 pm વોર્ડ નં.10માં ભાજપાની પેનલ આગળ
ભાજપાના આશાબેન રાઠોડને 2521 મત, ક્રિષ્નાબેન સોઢાને 2605, પાર્થ જેઠવાને 2437, મુકેશ માતંગને 2107 મત, જ્યારે કોંગ્રેસના કરણકુમાર ચૌહાણને 1647, જાગૃતિબેન જાદવને 1532 મત


12:15 pm વોર્ડ નં.2ના પ્રથમ રાઉન્ડ
વોર્ડ નં.2ના પ્રથમ રાઉન્ડમાં હકાભાને 2443, જયરાજસિંહને 2441, કોંગ્રેસના ઋષિરાજસિંહને 2339, વિરેન્દ્રસિંહ(દિગુભા)ને 1579 મત


12:08 pm જામનગરની 24 બેઠકોનું પરિણામ
જામનગર મહાનગરપાલિકાની 24 બેઠકોના જાહેર થયેલા પરિણામોમાં 16 બેઠકો ભાજપાને જ્યારે કોંગે્રસે 5 અને બહુજન સમાજ પાર્ટીને 3 બેઠકો ઉપર જીત મળી છે.


11:59 am વોર્ડ નં.14 માં ભાજપાના જીતેશભાઈ સીંગાડા, મનીષભાઈ કટારિયા, લીલાબેન ભદ્રા અને શારદાબેન વિંઝુડાની પેનલનો વિજય


11:46 am જામનગરના વોર્ડ નં.1માં કોંગ્રેસની પેનલનો વિજય
જામનગરના વોર્ડ નં.1ના કોંગ્રેસના નૂરમામદ પલેજા, કાસમ જીવાભાઇ જોખિયા, સમજુબેન તેજશીભાઇ પારિયા, જુબેદાબેન ઇલીયાસભાઇ નોતિયારનો ભવ્ય વિજય


11:41 am વોર્ડ નં. 6માં ત્રણ બહુજન સમાજ પાર્ટી અને એક બેઠક ઉપર ભાજપાનો વિજય
વોર્ડ નં.6માં બહુજન સમાજ પાર્ટીના જ્યોતિબેન ભારવાડિયા, ફુરકાન શેખ, રાહુલ રાયધન બોરીચા અને ભાજપાના જશુબા અનિરૂધ્ધસિંહ ઝાલાનો વિજય


11:33 am વોર્ડ નં. 6માં ત્રણ બહુજન સમાજ પાર્ટી અને એક બેઠક ઉપર ભાજપાનો વિજય


11:31 am વોર્ડ નં. 6ના પ્રથમ રાઉન્ડમાં બીએસપી ત્રણ બેઠકો ઉપર આગળ


11:27 am આખરે કોંગ્રેસે પેનલ કાઢી: જામનગરના વોર્ડ નં.1માં કોંગ્રેસની પેનલનો વિજય


11:19 am જામનગરના વોર્ડ નં.9માં ભાજપાની વિજય પેનલ

ધર્મિનાબેન ડોલરભાઇ બારડ
કુસુમબેન હરિહરભાઇ પંડ્યા
ધિરેનકુમાર પ્રતાપરાય મોનાણી
નિલેશભાઇ કગથરા


11:18 am

રાજ્યની 6 મહાનગરપાલિકાઓની 11:15ની સ્થિતિ
રાજકોટ
ભાજપા – 30, કોંગ્રેસ – 6
ભાવનગર
ભાજપા – 25, કોંગ્રેસ – 8
વડોદરા
ભાજપા – 24, કોંગ્રેસ – 10
જામનગર
ભાજપા – 23, કોંગ્રેસ – 4, અન્ય – 4
સુરત
ભાજપા – 45, કોંગ્રેસ – 10, અન્ય – 20
અમદાવાદ
ભાજપા – 75, કોંગ્રેસ – 16, અન્ય – 6


11:11 am

વોર્ડ નં. 13 નું પરિણામ: ભાજપને 3, કોંગ્રેસને 1 બેઠક
વોર્ડ નં.13 માં ભાજપાના ઉમેદવાર કેતન જેન્તીભાઈ નાખવાને 8775, પ્રવિણાબેન જેરામભાઇ રૂપડિયાને 6103, બબીતા મુકેશભાઈ લાલવાણીને 5429 મત મળતા આ ત્રણ ઉમેદવારનો વિજય થયો હતો. જ્યારે ભાજપાના મોહિત મુકેશ મંગીને 6261 મત મળતા પરાજય થયો હતો. જ્યારે કોંગે્રસના ઉમેદવાર ધવલ સુરેશ નંદા 7006 ને મળતા તેનો વિજય થયો હતો. જ્યારે કોંગે્રસના અન્ય નિર્મળાબેન હરીશ કામોઠીને 5076, ફરજાના યુનુસ દરજાદાને 4129 અને રાજેશ છોટાલાલ વશીયરને 4181 મત મળતા હારનો સામનો કરવો પડયો હતો. આ વોર્ડમાં ભાજપાનો ત્રણ બેઠક અને કોંગે્રસનો એક બેઠક પર વિજય થયો હતો.


11:10 am

વોર્ડ નં. પ નું પરિણામ: ભાજપની પેનલનો વિજય
વોર્ડ નં. 5 ભાજપાના ઉમેદવાર આશિષભાઈ મનુભાઇ જોશીને 7521, કિશનભાઈ હમીરભાઈ માડમને 7093, બિનાબેન અશોકભાઈ કોઠારીને 7045, સરોજબેન જયંતભાઈ વિરાણીને 6664 ને મત મળતા ભાજપાની પેનલનો વિજય થયો હતો. જ્યારે કોંગે્રસના ઉમેદવાર એડવોકેટ કેતન પ્રવિણ દોઢીયાને 1242, ભાવના હસમુખ ખેતાણીને 779, રામદેવ પરબત ઓડેદરાને 683 અને શિતલ સમીરભાઈ પંડયાને 878 મત મળ્યા હતાં જ્યારે આપના ઉમેદવાર કરશન કરમુરને 5435 મત મળ્યા હતાં.


11:00 am વોર્ડ નં.1 ના પ્રારંભિક મતગણતરીમાં કોંગે્રસની પેનલ 500 મત થી આગળ


10:56 am પ્રારંભિક પરિણામથી જામનગર શહેર ભાજપના મોવડીઓ ખુશ-ખુશાલ


10:50 am જામનગરના વોર્ડ નં.13 માં કોંગ્રેસના ધવલ નંદાનો વિજય


10:49 am

રાજ્યની 6 મહાનગરપાલિકાઓની પ્રારંભિક સ્થિતિ
રાજકોટ
ભાજપા – 18, કોંગ્રેસ – 2
ભાવનગર
ભાજપા – 25, કોંગ્રેસ – 7
વડોદરા
ભાજપા – 8, કોંગ્રેસ – 16
જામનગર
ભાજપા – 8, કોંગ્રેસ – 0
સુરત
ભાજપા – 24, કોંગ્રેસ – 5, અન્ય – 15
અમદાવાદ
ભાજપા – 63, કોંગ્રેસ – 11, અન્ય – 2


10:43 am વોર્ડ નં. પમાં ભાજપાના આશિષભાઇ જોશી, કિશનભાઇ માડમ, બીનાબેન કોઠારી અને સરોજબેન વિરાણીની પેનલનો ભવ્ય વિજય


10:22 am વોર્ડ નં.13માં 1-કોંગ્રેસ અને 3 બેઠક ઉપર ભાજપની જીત

10:15 am જામનગરના વોર્ડ નં.9માં ભાજપની પેનલનો વિજય

10:13 am જામનગરના વોર્ડ નં.5માં ભાજપની પેનલનો વિજય

10:06 am જામનગરના વોર્ડ નં.9માં ભાજપાની પેનલ જીત તરફ

10:05 am જામનગરના વોર્ડ નં.13માં પ્રથમ બે રાઉન્ડમાં ભાજપાના કેતન નાખવાને 2998 અને 3137 મત, ધવલ નંદાને 1765 અને 2472 મત, મોહિત મંગીને 2341 અને 2122 મત, નિર્મલા કામોઠી 1938 અને 1666 મત મળ્યા

10:00 am જામનગરના વોર્ડ નં.5 માં આમ આદમી પાર્ટીના ઉમેદવાર કરશનભાઇ કરમૂર આગળ

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular