Thursday, November 7, 2024
Homeરાજ્યજામનગરજામનગરની ચુંટણીમાં 1935 ઇવીએમ મશીનોમાં ગણતરી

જામનગરની ચુંટણીમાં 1935 ઇવીએમ મશીનોમાં ગણતરી

1720 બેલેટ પેપર મતની ગણતરી : 450 કર્મચારી દ્વારા ગણતરી અને 429 પોલીસ જવાનોનો બંદોબસ્ત

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાના 16 વોર્ડની 64 બેઠકો માટે રવિવારે યોજાયેલી ચુંટણીમાં આજે સવારથી જ હરિયા કોલેજ ખાતે મતગણતરી યોજવામાં આવી છે. આ મતગણતરી માટે જિલ્લા કલેકટર રવિશંકર અને પોલીસવડા દિપન ભદ્રનના નેજા હેઠળ ડીવાયએસપી, પીઆઇ, પીએસઆઇ સહિત 429 પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ મતગણતરીમા: કુલ 4 રાઉન્ડમાં ગણતરી પુર્ણ કરાશે. જેમાં પ્રથમ રાઉન્ડમાં વોર્ડ નં.1,5,9,13 બીજા રાઉન્ડમાં 2,6,10,14 ત્રીજા રાઉન્ડમાં 3,7,11,15 અને ચોથા રાઉન્ડમાં 4,8,12,16 વોર્ડની ગણતરી કુલ 14 ટેબલો ઉપર કરવામાં આવશે. આ મતગણતરીમાં કુલ 1935 ઇવીએમ મશીનો છે. જેમાં કુલ 1720 બેલેટ પેપર મતદાનની ગણતરી કરાશે. આ ગણતરીની કાર્યવાહી માટે 450 કર્મચારીઓ દ્વારા કામગીરી હાથ ધરાશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular