Saturday, July 27, 2024
Homeરાજ્યજામનગરદેદકદડ ચેકપોસ્ટ પાસેથી દારૂની બોટલો સાથે શખ્સ ઝડપાયો

દેદકદડ ચેકપોસ્ટ પાસેથી દારૂની બોટલો સાથે શખ્સ ઝડપાયો

ધ્રોલ પોલીસે બે લીટર દારૂની બે બોટલ કબ્જે કરી : દરેડમાંથી દારૂની બોટલ સાથે શખ્સ ઝબ્બે

- Advertisement -

ધ્રોલ તાલુકાના દેદકદડ ચેક પોસ્ટ પાસેથી પસાર થતા સંધી શખ્સની તલાસી લેતા તેની પાસેથી ત્રણ હજારની કિંમતની બે લીટર દારૂની બે બોટલ મળી આવતા ધરપકડ કરી હતી. જામનગરના દરેડ ગામમાંથી પોલીસે 500 ની કિંમતની દારૂની બોટલ સાથે શખ્સને ઝડપી લીધો હતો.

- Advertisement -

દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો ધ્રોલ તાલુકાના દેદકદડ ગામ નજીક આવેલી ચેકપોસ્ટ પાસેથી ગત રાત્રિના સમયે પસાર થતા રીયાઝ વલીમામદ સમા નામના ડ્રાઈવિંગ કરતા શખ્સને સ્થાનિક પોલીસે આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.3000 ની કિંમતની બે લીટરની ઇંગ્લીશ દારૂની બે બોટલ મળી આવતા પોલીસે રીયાઝની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી. બીજો દરોડો, જામનગર તાલુકાના દરેડ ગામમાંથી પસાર થતા શ્યામદેવકુમાર રામબલી યાદવને પંચ બી પોલીસે આંતરીને તલાસી તેના કબ્જામાંથી રૂા.500 ની દારૂની બોટલ મળી આવતા ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular