જામનગર શહેરમાં મહાપ્રભુજીની બેઠક પાસેના વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનમાં એલસીબીની ટીમે રેઇડ દરમ્યાન મૂળ પોરબંદરના શખ્સને દેશી બનાવટની પીસ્ટલ અને રિવોલ્વર તથા તમંચા સાથે ઝડપી લઇ સપ્લાયર સહિતના ત્રણ શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
દરોડાની વિગત મુજબ જામનગર શહેરમાં મહાપ્રભુજીની બેઠક પાસે શાલુપીરની દરગાહ પાછળ આવેલી ખોડિયાર સોસાયટીમાં રહેતાં અને મૂળ પોરબંદરના યુનુસ ઇબ્રાહિમ મતવા કુરેશીના રહેણાંક મકાનમાં લાયસન્સ વગરના ગેરકાયદેસર હથિયાર હોવાની બાતમીના આધારે એલસીબીના પીઆઈ વી. બી. ચૌધરી, પીએસઆઇ એ. વી. ખેર તથા સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવાડિયા, હિરેનભાઇ વરણવા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડિયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, મયૂરસિંહ પરમાર, યુવરાજસિંહ ઝાલા, ભયપાલસિંહ જાડેજા, અજયભાઇ વીરડા, કિશોરભાઈ પરમાર, ઋષિરાજસિંહ વાળા, ભરતભાઇ ડાંગર, ઘનશ્યામભાઇ ડેરવાડિયા, સુમિતભાઇ શિયાર, સુરેશભાઇ માલકિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે રેઇડ કરી હતી.
View this post on Instagram
એલસીબીની ટીમે રેઇડ દરમ્યાન મકાનમાંથી તલાશી લેતાં રૂપિયા 25 હજારની કિંમતની એક પીસ્ટલ, રૂા. 25 હજારની કિંમતની એક રિવોલ્વર, રૂા. 10 હજારની કિંમતનો એક તમંચો, રૂા. 700ની કિંમતના સાત કાર્ટીઝ, એક ખાલી મેગેઝિન અને પાંચ હજાર રૂપિયાની કિંમતનો મોબાઇલ ફોન મળી કુલ રૂા. 65,700ના મુદામાલ સાથે એલસીબીની ટીમે યુનુસને દબોચી લીધો હતો અને યુનુસની પૂછપરછ હાથ ધરતાં આ હથિયાર બિહારનો વતની અને પોરબંદરમાં રહેતો જોખન યાદવ તથા બિહારના મો. 95768 74871 નંબરધારક સુશિલકુમાર શાહ નામના બે શખ્સોની સંડોવણી ખુલતા એલસીબીએ ત્રણ શખ્સો વિરૂદ્ધ હથિયારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


