જામનગર શહેરના સુભાષપરા વિસ્તારમાં રહેતાં શખ્સના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે એલસીબીની ટીમે રેઇડ દરમિયાન 134 નંગ દારૂના ચપલા સાથે શખ્સને દબોચી લીધો હતો. જામનગરના શંકરટેકરી વિસ્તારમાં રહેતાં શખ્સના મકાનમાંથી 42 નંગ દારૂના ચપલા સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગર શહેરના સુભાષપરા શેરી નંબર-2 માં રહેતાં વેરશી ઉર્ફે મુન્નો રમેશ ચૌહાણ નામના શખ્સના મકાનમાં દારૂનો જથ્થો હોવાની એલસીબીના હિતેન્દ્રસિંહ જાડેજા, કાસમ બ્લોચ, મયુરસિંહ પરમારને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સુચનાથી પીઆઇ વી.એમ. લગારીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પી એન મોરી, પીએસઆઈ સી.એમ. કાંટેલિયા તથા હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવડિયા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડિયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, ભરતભાઈ ડાંગર, ઘનશ્યામભાઈ ડેરવાડિયા, સુમિતભાઇ શિયાર, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, સુરેશભાઈ માલકિયા, ભારતીબેન ડાંગર, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના સ્ટાફે રેઈડ કરી હતી.
રેઈડ દરમિયાન મકાનમાંથી તલાસી લેતા રૂા.13,400 ની કિંમતના 134 નંગ ઈંગ્લીશ દારૂના ચપલા મળી આવતા એલસીબીએ રૂા.5000 ની કિંમતનો મોબાઇલ ફોન મળી કુલ રૂા.18,400ના મુદ્દામાલ સાથે વેરશી ઉર્ફે મુન્નો ચૌહાણ નામના શખ્સને દબોચી લઇ પૂછપરછ હાથ ધરતા આ દારૂનો જથ્થો જામનગરના કિશન કોળી અને છત્રપાલ દરબાર નામના બે શખ્સો પાસેથી ખરીદ્યાની કેફિયત આપતા એલસીબીએ ત્રણ શખ્સો સામે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
બીજો દરોડામાં હિતેન્દ્રસિંહ જાડેજા, કાસમ બ્લોચ અને ઋષિરાજસિંહ વાળાને મળેલી બાતમીના આધારે એલસીબીની ટીમે જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારમાં આવેલા સુભાષપરા શેરી નંબર-2 માં રહેતાં રોહિત ઉર્ફે કાનો ચંદુ લીંબડ નામના શખ્સના મકાનમાંથી તલાસી લેતા તેમાંથી રૂા.4200 ની કિંમતના 42 નંગ ચપલા મળી આવતા એલસીબીએ રોહિતની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરતા દારૂના ચપલા આફ્રિદી મહેબુબ દરજાદા પાસેથી ખરીદ્યાને કેફિયત આપતા એલસીબીએ બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.