Thursday, April 18, 2024
Homeરાજ્યજામનગરજામનગરના હાપામાંથી ક્રિકેટનો ડબ્બો રમાડતો શખ્સ ઝબ્બે

જામનગરના હાપામાંથી ક્રિકેટનો ડબ્બો રમાડતો શખ્સ ઝબ્બે

20-20 મેચના જીવંત પ્રસારણ ઉર્ફે સેશનનો જૂગાર : એક શખ્સ ઝડપાયો : જૂના રેલવે સ્ટેશન પાસે કાટછાપ રમતા આઠ શખ્સ જૂગાર રમતા ઝબ્બે

- Advertisement -

જામનગર શહેરમાં હાપા રેલવે સ્ટેશન નજીક ઓસ્ટ્રેલિયામાં રમાતી 20-20 ક્રિકેટ ટૂર્નામેન્ટમાં રનફેરનો જૂગાર રમાડતા શખ્સને એલસીબીની ટીમે રૂા.10,950 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. જામનગર શહેરમાં જૂના રેલવે સ્ટેશન પાસે જાહેરમાં કાટછાપનો જૂગાર રમતા આઠ શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.17,451 ની રોકડ રકમ સાથે ઝડપી લઇ આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

જૂગાર દરોડાની વિગત મુજબ, જામનગર તાલુકાના હાપા રેલવે સ્ટેશન નજીક જાહેરમાં ઓસ્ટ્રેલિયામાં રમાતી બિગબેસ 20-20 ક્રિકેટ ટૂર્નામેન્ટના જીવંત પ્રસારણ ઉપર પૈસાની હાર-જીત કરાતી હોવાની યશપાલસિંહ જાડેજા અને યોગરાજસિંહ રાણાને મળેલી બાતમીના આધારે ઈન્ચાર્જ પોલીસવડા નિતેશ પાંડેયની સૂચનાથી પીઆઈ એસ. એસ. નિનામા, પીએસઆઈ આર.બી. ગોજિયા, કે.કે. ગોહિલ, બી.એમ. દેવમુરારી તથા માંડણભાઈ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, અશ્ર્વિનભાઈ ગંધા, દિલીપભાઈ તલવાડિયા, હિરેનભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાધલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, અશોકભાઈ સોલંકી, ખીમભાઈ ભોચિયા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, બળવંતસિંહ પરમાર, લખમણભાઈ ભાટીયા, સુરેશભાઇ માલકિયા, એ.બી. જાડેજા તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન કનૈયાલાલ જમનાદાસ દેવાણી નામના શખ્સને રૂા.3950 ની રોકડ અને રૂા.7000 ની કિંમતના બે મોબાઇલ ફોન મળી કુલ રૂા.10,950 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતા આ સોદાની કપાત રામેશ્ર્વરનગરમાં રહેતા અર્જુન પાસે કરાવતો હોવાનું ખૂલ્યું હતું. જેથી એલસીબીએ બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો દરોડો, જામનગર શહેરમાં જૂના રેલવે સ્ટેશન પાસે જાહેરમાં સીક્કા ઉછાળી કાટછાપનો જૂગાર રમાડતા સ્થળેથી પોલીસે રેઈડ દરમિયાન તેજસીંગ ઉર્ફે ટેકસી કુંવરસિંગ રાજબાર, દિપક દેવજી ચાવડા, મેહુલ ઉર્ફે ચકલો દિનેશ વાઘેલા, સતિષ દેવરાજન કુમાર, અજય મનસુખ પરમાર, પરેશ કિશોર પરમાર, રવિ ઉર્ફે ડાગલો મગન ચૌહાણ, દિનેશ ઉર્ફે સમાજ ભરત પરમાર નામના આઠ શખ્સોને રૂા.17451 ની રોકડ રકમ સાથે ઝડપી લઇ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular