Tuesday, July 15, 2025
Homeરાજ્યપ્રેમલગ્નનો ખાર રાખી યુવાન ઉપર પાઈપ વડે હુમલો

પ્રેમલગ્નનો ખાર રાખી યુવાન ઉપર પાઈપ વડે હુમલો

જામનગર તાલુકાના અલિયા ગામના યુવાન ઉપર તેના ભાઈએ પ્રેમલગ્ન કર્યાનો ખાર રાખી યુવતીના ભાઈ સહિતના ત્રણ શખ્સોએ લોખંડના પાઈપ વડે હુમલો કરી મારી નાખવાની ધમકી આપી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના અલિયા ગામના વતની અને હાલ રાજકોટમાં રહેતા જીતેશ ઉર્ફે જીતુ નાગદાન મકવાણા નામના યુવાનના ભાઈએ સુરેશ બરબચીયાની બહેન સાથે પ્રેમલગ્ન કર્યા હતાં. આ પ્રેમલગ્નનો ખાર રાખી મંગળવારે સાંજના સમયે અલિયા ગામના વિરાણી ચોકમાં જીતેશ મકવાણાને આંતરીને વિક્રમ લાખા મકવાણા, સુરેશ વરજાંગ બરબચીયા, રાજેશ કાથડ છૈયા નામના ત્રણ શખ્સોએ લોખંડના પાઈપ વડે હુમલો કરી શરીરે ઈજા પહોંચાડી હતી તેમજ મારી નાખવાની ધમકી આપી હતી. હુમલાના બનાવમાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવ અંગે જાણના આધારે હેકો સી.જે. જાડેજા તથા સ્ટાફે જીતેશના નિવેદનના આધારે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular