Saturday, July 27, 2024
Homeબિઝનેસઇન્સાઇડર ટ્રેડિંગ શું છે? જેમાં ફસાયા છે કિશોર બિયાણી

ઇન્સાઇડર ટ્રેડિંગ શું છે? જેમાં ફસાયા છે કિશોર બિયાણી

- Advertisement -

શેરબજારમાં નાના મોટાં સૌ રોકાણકારોના હિતોની રક્ષા માટે કેપિટલ માર્કેટની રેગ્યુલેટર સંસ્થા સેબી(સ્ટોક એકસેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા) એ ઇન્સાઇડર ટ્રેડિંગ પર પ્રતિબંધ લાદયો છે. સેબીએ ફયુચર રિટેલ લી.ના પ્રમોટર કિશોર બિયાણીને એક વર્ષ માટે સિકયોરીટિ માર્કેટથી પ્રતિબંધિત કર્યા છે. એટલે કે તેઓ એક વર્ષ સુધી હવે શેરબજારમાં કોઇપણ પ્રકારનો કારોબાર કરી શકશે નહિં. ઇન્સાઇડર ટ્રેડિંગના આરોપસર તેઓ પર આ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આવો, જાણીએ શું છે ઇન્સાઇડર ટ્રેડિંગ ?

- Advertisement -

સામાન્ય બોલચાલની ભાષામાં ઇન્સાઇડર ટ્રેડિંગ એક પ્રકારનો ભેદી કારોબાર છે. જેના પર સેબીએ પ્રતિબંધ મુકેલો છે. જયારે કોઇપણ કંપનીના મેનેજમેન્ટ સાથે જોડાયેલી કોઇપણ વ્યકિત કંપનીની અંદરની વિગતોની જાણકારીના આધારે શેરોની લે-વેચ કરીને ખોટી પધ્ધતિએ નફો કમાય છે ત્યારે તેને શેરબજારની ભાષામાં ઇન્સાઇડર ટ્રેડિંગ અને સામાન્ય ભાષામાં ભેદી કારોબાર કહેવામાં આવે છે. સામાન્ય રીતે કંપનીની જાહેર ન થયેલી બાબતોની જાણકારીનો દુરૂપયોગ કરીને શેરબજારમાં કમાણી કરનાર લોકો વિરૂધ્ધ સેબી આકરા પગલાં લેતી હોય છે.

કોઇપણ કંપનીના મેનેજમેન્ટને એ ખ્યાલ હોય છે કે, કંપનીના આગામી નિર્ણયોને કારણે શેરબજારમાં કંપનીના શેરના ભાવોમાં શું વધઘટ થશે ? આ જાણકારી સૌના ધ્યાનમાં આવે એ પહેલાં મેનેજમેન્ટ સાથે સંકળાયેલી કોઇ વ્યકિત આ જાણકારીના આધારે તે કંપનીના શેરની લે-વેચ કરીને નફો મેળવે તેને ઇન્સાઇડર ટ્રેડિંગ કહેવામાં આવે છે.

- Advertisement -

સેબી આ પ્રકારની બાબતો અંગે તમામ કંપનીઓ પર નજર રાખતી હોય છે. સૌને યાદ હશે 1992 ના વર્ષમાં હર્ષદ મહેતા પર ઇન્સાઇડર ટ્રેડિંગનો આરોપ હતો. આ ટ્રેડિંગ કાયદાની ભાષામાં ગુનો છે. આ પ્રકારના ટ્રેડિંગની વિગતો કોઇ પણ વ્યકિત સેબી સુધી પહોંચાડે તો તે વ્યકિતને ઇનામ આપવાની વ્યવસ્થા પર સેબીએ ગોઠવેલી છે. સેબીએ આ પ્રકારના ઘણાં ખબરીઓ શેરબજારમાં અને દેશભરમાં ગોઠવેેલા હોય છે. જેઓની મદદથી આ પ્રકારના ક્રાઇમનો પર્દાફાશ થતો હોય છે.

કિશોર બિયાણીએ 2017ની સાલમાં 10 માર્ચથી 20 એપ્રિલ સુધીના સમયગાળામાં ઇન્સાઇડર ટ્રેડિંગ કર્યુ હતું. એવો આરોપ સેબી દ્વારા લગાવવામાં આવ્યો છે. કિશોર બિયાણી ઉપરાંત તેના ભાઇ અનિલ બિયાણી, ફયુચર કોર્પોરેટ રિસોર્સિઝ પ્રાઇવેટ લી. તથા એફસીઆરએલ કર્મચારી કલ્યાણ ટ્રસ્ટ પર પણ એક વર્ષ માટે સેબીએ પ્રતિબંધ લગાવ્યો છે.

- Advertisement -

સેબીએ કિશોર બિયાણી, અનિલ બિયાણી તથા એફસીઆરપીએલ પ્રત્યેક ને રૂા.1-1 કરોડનો દંડ કર્યો છે. અને સેબીએ આ ત્રણેયને જણાવ્યું છે કે, ખોટી પધ્ધતિએ કરેલી કમાણીના રૂા.17.78 કરોડ પરત કરો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular