Friday, July 19, 2024
Homeરાજ્યગુજરાતલવજિહાદવિરોધી કાયદો નહીં આવે ?

લવજિહાદવિરોધી કાયદો નહીં આવે ?

- Advertisement -

ગુજરાત સહિત દેશના ભાજપાશાસિત રાજયોમાં છેલ્લાં કેટલાંક સમયથી લવજિહાદ નામનો શબ્દ ચર્ચામાં છે. ભાજપાના શાસનવાળા એકાદ-બે રાજયોમાં આ કાયદો લાવવાની પ્રક્રિયા આગળ વધારવામાં આવી છે. પરંતુ આ રાજયોમાં પણ આ નવા કાયદાને સુપ્રિમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે.

- Advertisement -

ગુજરાતમાં છેલ્લાં કેટલાંક સમયથી શાસકપક્ષની છાવણી લવજિહાદ અંગે ચર્ચાઓ કરી રહી છે. દક્ષિણ ગુજરાતના એક ધારાસભ્યએ સરકારને આ નવો કાયદો લાવવાં પત્ર પણ લખ્યો છે. આ ઉપરાંત સરકાર પણ છેલ્લાં કેટલાંક સમયથી આ અંગે સક્રિયતાથી વિચારી રહી છે.પરંતુ સરકાર સાથે સંકળાયેલાં સુત્રોના જણાવ્યા પ્રમાણે, ગુજરાતના આગામી બજેટ સત્રમાં આ નવા કાયદા માટેનું બીલ આવવાની શકયતા દેખાતી નથી.

પક્ષના આ અંગેના નિષ્ણાંતો અને સરકારના કાનૂની સલાહકારોએ પણ એવો મત પ્રગટ કર્યો હોવાનું કહેવાય છે કે, વર્તમાન કાયદા સાથે આ પ્રકારનો નવો કાયદો સુસંગત ન રહે તેવી સંભાવના છે. આ ઉપરાંત નવા સંભવિત કાયદાની કાયદેસરતા અંગે પણ કાયદાના નિષ્ણાંતો હાલ સ્પષ્ટ નથી અને સરકારને આ મુદ્દે કાનૂની દ્રષ્ટિએ લીલીઝંડી આપવાના મતના નથી. આ સ્થિતિમાં ગુજરાત વિધાનસભાના આગામી બજેટસત્રમાં આ નવા કાયદા અંગે બીલ આવે તેવી શકયતા હાલ દેખાતી નથી.

- Advertisement -

ગુજરાત વિધાનસભાનું આગામી બજેટ સત્ર પહેલી માર્ચથી શરૂ થઇ રહ્યું છે. એ પહેલાં ગુજરાતમાં મહાનગરપાલિકાઓની, જિલ્લા પંચાયતોની, તાલુકા પંચાયતોની અને પાલિકાઓની ચૂંટણીઓ યોજાવાની છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular