Saturday, July 27, 2024
Homeરાષ્ટ્રીયઅયોધ્યામાં ભગવાન રામનો ગૃહપ્રવેશ

અયોધ્યામાં ભગવાન રામનો ગૃહપ્રવેશ

- Advertisement -

દેશમાં આજે ધર્મ, આધ્યાત્મિકતા અને સંસ્કૃતિનો નવો સૂર્યોદય થયો છે અયોધ્યામાં શ્રી રામ મંદિરના ઉદઘાટન અને રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા સાથે 22 જાન્યુઆરી, 2022નો દિવસ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં નોંધાઇ ગયો છે. આજના દિવસે દેશના બહુમતી હિન્દુ સમુદાયનું 500 વર્ષ જૂનું સ્વપ્ન સાકાર થયું છે આ સ્વપ્નનો પાયો હિંદુ સમુદાયના દાવા દ્વારા નાખવામાં આવ્યો હતો કે મુગલ સમ્રાટ બાબરના સેનાપતિ મીર બાકી દ્વારા 1528માં અયોધ્યામાં જે વિવાદિત સ્થળ પર મસ્જિદ બનાવવામાં આવી હતી તે ભગવાન રામનું જન્મસ્થળ છે. પહેલા ત્યાં એક પ્રાચીન મંદિર હતું. આ વિવાદ સિવિલ અને હાઈકોર્ટમાંથી પસાર થઈને સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. રામ મંદિર 9 નવેમ્બર, 2019 ના રોજ સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેંચ દ્વારા સરકારની તરફેણમાં નિર્ણય આવતાં જ સપનું સાકાર કરવાનો પહેલો અંકુર ફૂટયો. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની આગેવાની હેઠળની સરકાર દ્વારા આગળનો માર્ગ તૈયાર કરવામાં આવ્યો.

- Advertisement -

ભવ્ય રામજન્મભૂમિ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવેલી રામલલ્લાની મનમોહક પ્રતિમામાં આજે વિધિવિધાનપૂર્વક પ્રાણ ફૂંકવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્ય યજમાન તરીકે ઉપસ્થિત રહી વિધિ પૂર્વક ભગવાન રામલલ્લાની મૂર્તિની આંખો પર બાંધેલી ખોલી હતી. તેમજ રામલલ્લાની આંખોમાં કાજલ પૂર્યુ હતું. આ પ્રસંગે ગર્ભગૃહમાં પીએમ મોદીની સાથે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્ય નાથ સંઘના વડા મોહન ભાગવત, રાજયપાલ આનંદીબેન પટેલ ઉપસ્થિત રહયા હતા. મંદિરના મુખ્ય પૂજારી દ્વારા વિધિ પૂર્વક પ્રાણપ્રતિષ્ઠા સંપન્ન કરવામાં આવી હતી.

ભગવાનની કૃપાથી બધું જ શકય છે એટલે કે ભગવાનની કૃપા હોય ત્યારે બધાં કામ થઈ જાય છે. હિન્દુ સમાજની 500 વર્ષની તપસ્યા બાદ આખરે સોમવારે ભગવાન શ્રી રામ લલ્લાએ તેમના નવા, ભવ્ય અને દિવ્ય મહેલમાં નિવાસ કર્યો છે. આજે રામલલાના શ્રી વિગ્રહના પ્રાણ પ્રતિષ્ઠાની ઐતિહાસિક વિધિ સંત સમાજ અને પીએમ મોદી અને સીએમ યોગી સહિત ખાસ લોકોની હાજરીમાં પૂર્ણ થઇ હતી. અયોધ્યા શહેરને હજારો ક્વિન્ટલ ફૂલોથી દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. અવધપુરીમાં ઉત્સવનો માહોલ છે. સૂર્યવંશની રાજધાની અયોધ્યા ધામ સહિત દેશભરના મંદિરોમાં રામ સંકીર્તન અને રામ ચરિત માનસના પાઠ થઈ રહ્યા છે. 8000થી વધુ મહેમાનો આ ઐતિહાસિક પળના સાક્ષી બન્યા છે.

- Advertisement -

ફૂલોથી સુશોભિત અયોધ્યાજીમાં જન્મભૂમિ પથથી રામ પથ, ભક્તિપથ અને ધર્મપથ સુધી અલૌકિક આભા દેખાય છે. સાંસ્કળતિક નળત્ય અને સંગીતનાં સાધનો દ્વારા રાજ્યની તેમજ સમગ્ર દેશની પરંપરાઓ અને કલાઓને વિવિધ સ્થળોએ જોડવામાં આવી રહી છે. ભગવાન રામના ભજનો સર્વત્ર સંભળાઈ રહ્યા છે. સોમવારે સાંજે ભવ્ય રોશની ઉત્સવની તૈયારીઓ ચાલી રહી છે. એવું લાગે છે કે જાણે આખું સ્વર્ગ રઘુનંદનને નમસ્કાર કરવા પળથ્વી પર આવી ગયું છે. જાન્યુઆરીમાં જ દિવાળીની ઉજવણી કરવામાં આવે છે. શબરીના, કેવટના, પીડિત અને વંચિત લોકોના શ્રી રામ આવી રહ્યા છે.રામ મંદિર પરિસર સહિત સમગ્ર અયોધ્યા ધામને જીવનના અભિષેક માટે ફૂલોથી શણગારવામાં આવ્યું છે. જન્મભૂમિ સ્થળને વિવિધ પ્રકારના દેશીપ્રવિદેશી ફૂલોથી શણગારવામાં આવ્યું છે, તો જન્મભૂમિ પથ, રામ પથ, ધરમ પથ અને લતા ચોકને પણ સુંદર ફૂલોથી શણગારવામાં આવ્યા છે. વિવિધ પ્રકારના સાંસ્કળતિક કાર્યક્રમો માટે સ્ટેજ બનાવવામાં આવ્યા છે. વિવિધ ધર્મગુરૂઓ દ્વારા વિવિધ સ્થળોએ રામ કથાનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને વિવિધ દેશોમાં રામલીલાઓનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. લતા ચોક ખાતે સ્થાપિત વીણાને પણ લાઇટિંગ અને ફૂલોના અદભૂત સંયોજનથી પ્રકાશિત કરવામાં આવી છે. સમગ્ર અયોધ્યા ધામમાં ભગવાન શ્રી રામના જીવન ચરિત્ર સાથે સંબંધિત વિવિધ પ્રકરણોને ભીંતચિત્ર અને દિવાલ પેઇન્ટિંગ દ્વારા દર્શાવવામાં આવ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular