Friday, October 9, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં રહેણાંક મકાનમાંથી દારૂની બોટલો અને ચપલા મળી આવ્યા

જામનગરમાં રહેણાંક મકાનમાંથી દારૂની બોટલો અને ચપલા મળી આવ્યા

મચ્છરનગરમાં પોલીસનો દરોડો : 23 બોટલ દારૂ અને 70 નંગ ચપલા કબ્જે : બુટલેગરની ધરપકડ કરી પુછપરછ

જામનગર શહેરના મચ્છરનગર વિસ્તારમાં રહેતાં શખ્સના મકાનમાંથી સિટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે તલાસી લેતા દારૂની બોટલો અને ચપલા મળી આવતા દારૂનો જથ્થો કબ્જે ધરપકડ કરી હતી.

- Advertisement -

દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના મચ્છરનગર વિસ્તારમાં રહેતાં જયપાલસિંહ છત્રપાલસિંહ રાઠોડ નામના શખ્સના મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો હોવાની રાજેશભાઈ વેગડ, ધર્મેન્દ્રસિંહ વાઢેર, નિલેશભાઈ ઠાકરીયાને મળેલી બાતમીના આધારે પીઆઈ એન બી ચૌહાણ, પીએસઆઈ એમ. એચ. મહેતા, એએસઆઈ મુકેશસિંહ રાણા, રાજેશભાઈ વેગડ, રવિન્દ્રસિંહ જાડેજા, પો.કો. ધર્મેન્દ્રસિંહ વાઢેર, કલ્પેશભાઈ અઘારા, પ્રહલાદસિંહ જાડેજા, રવિકાંત રાઠોર, કપિલભાઈ ગુજરીયા, નિલેશભાઈ ઠાકરીયા સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન મકાનમાં તલાસી લેતા રૂા.25,400 ની કિંમતની 23 બોટલ દારૂ અને રૂા.21,000 ની કિંમતના 70 નંગ ઈંગ્લીશ દારૂના ચપલા મળી આવતા પોલીસે રૂા.46,400 ની કિંમતની દારૂની બોટલો અને ચપલા કબ્જે કરી જયપાલસિંહ વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular